Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

સ્પર્શ કરવાથી કયારેક શરીરમાં કરંટનો અનુભવ થવાનું વૈજ્ઞાનિક કારણ શું છે ?

ન્યૂટ્રોન,પ્રોટ્રોન અને ઇલેકટ્રોન ત્રણેયનું પ્રમાણ ડિસ્બેલેંસ્ડ થાય છે ઇલેકટ્રોનની સંખ્યા વધવાથી નેગેટિવ ચાર્જ વધુ પેદા થાય છે

નવી દિલ્હી,તા.૨૪: કયારેક કોઇ પણ વસ્તું કે ચીજનો સ્પર્શ કરવાથી કરંટ લાગ્યો હોય તેવો અનુભવ થાય છે. કયારેક તો આ અનુભવ એટલો સ્પષ્ટ હોય છે કે ચોંકી જવાય છે. તે માત્ર અડધી સેકન્ડ સુધીની અસર જ હોય છે.

આ અનુભવ સૌ કોઇએ કયારેક તો કર્યો જ હશે પરંતુ આવું શા માટે થાય છે તેનું પણ વૈજ્ઞાાનિક કારણ છે. વિશ્વની દરેક ચીજ અણુથી બનેલી છે. અણુમાં ન્યૂટ્રોન, પ્રોટ્રોન અને ઇલેકટ્રોન હોય છે કયારેક આ ત્રણેયનું પ્રમાણ ડિસ્બેલેંસ્ડ થઇ જાય છે એટલે તેની સંખ્યામાં વધારો થાય છે આવું થાય ત્યારે ઇલેકટ્રોન્સ ઘણા સક્રિય બની જાય છે.

નિયમ અનુસાર ઇલેકટ્રોનની સંખ્યા જેટલી વધારે હોય એટલી જ નેગેટિવ ચાર્જ વધુ પેદા કરે છે. ઇલેકટ્રોનના આ પ્રવાહના કારણે જ શરીરમાં કરંટ લાગે છે.જયારે આપણા શરીરમાં ઇલેકટ્રોન્સનો પ્રવાહ અસમતુલિત થાય છે ત્યારે આપણે જે પણ વસ્તુને ટચ કરીએ ત્યાપે આપણા શરીરમાંથી નેગેટિવ ઇલેકટ્રોન્સ બહાર નિકળે છે કારણ કે જે તે વસ્તુમાં પોઝિટિવ ઇલેકટ્રોન્સ હોય છે.

આ બંનેનો મેળાપ થાય ત્યારે આપણને કરંટનો અનુભવ થાય છે. એ સમયે આપણા શરીરમાં ઇલેકટ્રોન્સની સંખ્યા ખૂબ વધી ગઇ હોય છે. પ્લાસ્ટિકની ખુરશી જેવી કેટલીક વસ્તુઓ સાથે ઘર્ષણબળ થવાથી પણ આવો અનુભવ થાય છે.

(10:11 am IST)