Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

વ્યાજનું વ્યાજ વસૂલવાની મનાઇથી બેન્કોને રૂ.૭૫૦૦ કરોડનું નુકસાન

નવી દિલ્હી,તા. ૨૪: વ્યાજનું વ્યાજ નહીં વસૂલવાના સુપ્રીમ કોર્ટના આદેશને કારણે બેન્કોની આવક પર અસર પડી શકે છે. સુપ્રીમ કોર્ટના આજના ચુકાદાને પરિણામે બેન્કોએ અંદાજે રૂપિયા ૭૫૦૦ કરોડની વધારાની આવક ભૂલી જવી પડશે. બેન્કોની એનપીએમાં રૂપિયા ૧.૩૦ લાખ કરોડ જેટલો વધારો થવાનો પણ ભય સેવાઇ રહ્યો છે. વ્યાજનું વ્યાજ માફ કરવાના નિર્ણયથી બેન્કો પર ટૂંકા ગાળે દબાણ આવશે. આ ચક્રવૃધ્ધિ વ્યાજ બેન્કો માટે વધારાની આવક હતી. જે તેમણે આગામી સમયમાં બોરોઅરોને યા તો રિફન્ડ કરવી પડશે. અથવા તો તેમના ઇન્સ્ટોલમેન્ટસમાં એડજસ્ટ કરવી પડશે. બેન્કોની આવકમાં નોંધપાત્ર રિકવરી જોવા મળી હતી તે થોડાક સમય માટે નબળી પડવાની શકયતા છે.

(10:10 am IST)