Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

મહારાષ્ટ્ર, પંજાબ અને કેરળે વધારી ચિંતા :દેશમાં કોરોના ડબલિંગ સમય ગાળો 504 દિવસથી ઘટી 202 દિવસ થયો

નવી દિલ્હી : ભારતમાં કોરોનાના કેસ બમણા થવાનો સમયગાળા 1 માર્ચે 504.4 દિવસ હતો. જે હવે 23 માર્ચે ઘટીને 202.3 દિવસ થઈ ગયો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે  કહ્યું કે છ રાજ્યોમાં દરરોજ નોંધાયેલા કોરોનાના નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેના લીધે કોરોનાના કેસોની ગતિ વધી રહી છે. જેમાં 90 ટકા કેસો તો માત્ર ત્રણ રાજ્યમાં છે.

 આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે ભારતમાં  કોરોનાના દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે, જે ફેબ્રુઆરીના મધ્યમાં તેના સૌથી નીચા સ્તરે હતી.આ માહિતી અનુસાર દેશમાં હાલમાં 3,45,45,37 લોકો કોરોનાની સારવાર લઈ રહ્યા છે. તેમાં છેલ્લા 24 કલાકમાં 10,731 કેસોનો વધારો થયો છે. જેમાંથી 75.15 ટકા દર્દીઓ મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબના છે. જ્યારે 1 માર્ચે દેશમાં કોરોના કેસ બમણા થવાનો સમયગાળો 504.4 દિવસ હતો. જે કોરોનાના કેસની વધી રહેલી ગતિને જોતાં 23 માર્ચે ઘટીને 202.3 દિવસ થઈ ગયો.

આ રાજ્યોમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 24,645 (60.53 ટકા) નવા કેસ નોંધાયા છે. પંજાબમાં 2,299 અને ગુજરાતમાં 1,640 નવા કેસ નોંધાયા છે. મંત્રાલયે કહ્યું કે મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, મધ્યપ્રદેશ, દિલ્હી, તમિળનાડુ, છત્તીસગઢ, કર્ણાટક, હરિયાણા અને રાજસ્થાન એવા રાજ્યો છે જ્યાં કોરોનાના સૌથી વધારે કેસ નોંધાયા

(12:00 am IST)