Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

કામ વિના વિદેશયાત્રા કરી તો થશે 5 લાખનો દંડ : બ્રિટનમાં નવા નિયમ આગામી સપ્તાહથી લાગૂ

મુસાફરીના દસ્તાવેજો યોગ્ય રીતે ન ભરવા બદલ 200 પાઉન્ડના દંડની જોગવાઈ

નવી દિલ્હી : દુનિયામાં ફરીવાર કોરોનાના કેસો વધતા કેટલાક દેશોએ કડક વલણ અપનાવ્યુ છે. હવે વિદેશ યાત્રા પર લાગૂ પાબંદીને જૂલાઈ સુધી વધારવામાં આવી છે. સાથે જ બિનજરૂરી કારણોથી દેશ છોડનારાઓ પર 5 હજાર પાઉંડ એટલે કે લગભગ 5 લાખ રૂપિયાનો દંડ પણ લગાવી શકે છે. એક રિપોર્ટ અનુસાર બ્રિટનમાં નવા નિયમ આગામી સપ્તાહથી લાગૂ થઈ શકે છે. અને હવે સરકાર લોકડાઉનથી બહાર આવવાનો પુરો રોડમેપ તૈયાર કરવામાં લાગી ગઈ છે. આગામી 29 માર્ચથી આ કાયદો લાગૂ થવા જઈ રહ્યો છે. જેમાં કહેવાયું છે કે, કોઈ વ્યાજબી કારણ વગર કોઈપણ દેશની બહાર યાત્રા પર નહિ જઈ શકે. જો નિયમો તોડવામાં આવે તો 5 લાખનો દંડ લાદવામાં આવી શકે છે.

 આ સિવાય મુસાફરીના દસ્તાવેજો યોગ્ય રીતે ન ભરવા બદલ 200 પાઉન્ડના દંડની જોગવાઈ છે. આ ફોર્મમાં, મુસાફરને તેની યાત્રાથી સંબંધિત વિગતો અને કારણોને સ્પષ્ટ રીતે સમજાવવા પડશે. તે જ સમયે, આ પ્રતિબંધ સામાન્ય મુસાફરી ક્ષેત્ર અથવા આયર્લેન્ડની યાત્રા કરનારાઓને લાગુ થશે નહીં.

(12:00 am IST)