Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

૧૦ હજાર કાર્ડસના ડેટા લીક ન થયા હોવાનો ખુલાસો થયો

હેવાલ બાદ પંજાબ નેશનલ બેંક દ્વારા ખુલાસો : નીરવ મોદીના મામલે તપાસ પ્રાઇસ વોટર હાઉસ કુપર્સને સોંપવામાં આવી હોવાના અહેવાલને પણ રદિયો અપાયો

મુંબઇ,તા. ૨૪ : પંજાબ નેશનલ બેંકે પોતાના આઇટી ઇન્ફ્રાસ્ટકચરમાં કોઇ પણ પ્રકારના ડેટા લીક થયા હોવાનો સાફ ઇન્કાર કર્યો છે. સાથે સાથે કહ્યુ છે કે આ પ્રકારના હેવાલ આધારવગરના છે. કોઇ ડેટા લીક  થયા નથી. વિદેશી અખબારમાં પ્રકાશિત એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે પીએનબીના ૧૦ હજાર ક્રેડિટ અને ડેબિટ કાર્ડના ડેટા લીક થઇ ગયા છે. પીએનબી દ્વારા ૧૧૩૦૦ કરોડના નીરવ મોદી ફ્રોડના મામલે તપાસ પ્રાઇસ વોટર હાઉસ કુપર્સ મારફતે કરાવવાના હેવાલને પણ રદિયો આપ્યો છે. સ્ટોક એક્સચેંજ માટે જારી કરવામાં આવેલા નિવેદનમાં બેંકે ૧૦ હજાર ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ધારકોની ઓનલાઇન વિગતો જાહેર થઇ હોવાના અને વિગત લીક હોવાના હેવાલને રદિયો આપ્યો છે. બેંકે કહ્યુ છે કે બેંકના ઇન્ફ્રાસ્ટકચર સિક્યુરિટી  ખુબ મજબુત છે. બેંકે તમામ જરૂરી ટેકનિકલ પગલા લઇને કસ્ટમરના ડેટાને સુરક્ષિત કર્યા છે. ગુરૂવારના દિવસે કેટલાક રિપોર્ટ આવ્યા બાદ આની ચર્ચા જોવા મળી રહી હતી. ઇન્ફોર્મેશન સિક્યુરોટી ફર્મ ક્લાઉડસેકને ટાંકીને કહેવામાં આવ્યુ હતુ કે ક્રેડિટ અને ડેબિટ કાર્ડના યુજર્સના ડેટા ઓનલાઇન લીક કરી દેવામાં આવ્યા છે. નિષ્ણાંત લોકોનુ કહેવુ છે કે તેમની એક ટીમ ક્રોલર ડાર્ક વેબ પર લાગી છે.

આ ઇન્ટરનેટની એવી સાઇટ છે જે ગુગલ અને અન્ય મંટા સર્ચ એન્જિનમાં મળશે નહી. આ સાઇટ ગેરકાયદે સંવેદનશીલ ડેટા ખરીદવા અને વેચવા માટેનુ કામ કરે છે. પીએનબી ફ્રોડનો મામલો તપાસ માટે પ્રાઇસવોટર હાઉસ કુપર્સને સોંપવામાં આવ્યો હોવાના હેવાલ પણ આઈધારવગરના છે. ફોરેન્સિક ઓડિટ પ્રક્રિયા ચાલી રહી છે. નીરવ મોદીના ખાતામાં ઓડિટની કામગીરી હાથ ધરવામાં આવી છે.

(1:18 pm IST)