Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

૨૦૦ કરોડના જંગી ખર્ચે પદ્માવત તૈયાર કરાઈ છે

જાયસીના પુસ્તક પર આધારિત ફિલ્મ તૈયાર : મહારાણી પદ્માવતી ઉપર આધારિત આ ફિલ્મ : રિપોર્ટ

મુંબઇ,તા. ૨૪ : દેશભરમાં ભારે હોબાળો મચાવી દેનાર અને જેની રજૂઆતને લઇને રાજપૂત સમુદાય અને કરણી સેનાના લોકો હિંસા ઉપર ઉતરેલા છે તે નિર્દેશક સંજય લીલા ભણશાલીની  ઇતિહાસ ઉપર આધારિત ફિલ્મ પદ્માવત આવતીકાલે રજૂ થવા જઇ રહી છે. ફિલ્મમાં દિપીકા પાદુકોણ રાણી પદ્માવતીના રોલમાં, રણવીરસિંહ સુલ્તાન અલાઉદ્દીન ખિલજીના રોલમાં, શાહીદ કપૂર મહારાજા રતનસિંહના રોલમાં અને અદિતી રાવ હૈદરી જીમ શરબના રોલમાં નજરે પડનાર છે. રાજા મુરાદ અને અનુપ્રિયા ગોયંકા પણ ફિલ્મમાં કામ કરી રહ્યા છે. મલિક મોહમ્મદ જાયસી દ્વારા લખવામાં આવેલા પુસ્તક પદ્માવત ઉપર આ ફિલ્મ આધિરત છે. પદ્માવતીની પટકથા આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે જે રાજપૂત મહારાણી હતી અને ખિલજીથી પોતાને બચાવી લેવા જોહર કરે છે. ૨૦૦ કરોડ રૂપિયાના જંગી બજેટ સાથે આ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. ભારતીય હિન્દી સિનેમાના ઇતિહાસમાં સૌથી મોંઘી ફિલ્મો પૈકીની એક ફિલ્મ તરીકે છે. મૂળભૂતરીતે પહેલી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે આ ફિલ્મ રજૂ થનાર હતી પરંતુ આને લઇને ભારે હોબાળો થયો હતો. રાજપૂત સમુદાય અને અન્ય લોકો ફિલ્મમાં દર્શાવવામાં આવેલા સીન અને ફિલ્મમાં ઇતિહાસ સાથે ચેડાને લઇને વિરોધ ઉપર ઉતરી આવ્યા હતા. ભારે હોબાળો થયા બાદ મામલો સુપ્રીમ કોર્ટ, સેન્સર બોર્ડ અને સરકાર પાસે પહોંચ્યો હતો. વિરોધ પ્રદર્શન અને હિંસક તોડફોડ વચ્ચે સેન્સર બોર્ડે ફિલ્મમાં શ્રેણીબદ્ધ સુધારા કરવા માટે સંજય લીલાને કહ્યું હતું જેના ભાગરુપે ફિલ્મના ટાઇટલને બદલીને પદ્માવતીના બદલે પદ્માવત કરવાનો નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત મલ્ટીપલ ડિસ્કલેમર્સ પણ દર્શાવવામાં આવનાર છે જેમાં દર્શાવવામાં આવનાર છે કે આ ફિલ્મ કાલ્પનિક છે અને ઇતિહાસ સાથે કોઇ લેવા દેવા નથી. આ ફિલ્મ રાની પદ્માવતીની મહાનતા ઉપર આધારિત છે. જેનો પદ્માવત, અવધિભા,ાના પુસ્તકમાં ઉલ્લેખ કરાયો છે. સુફી કવિ મલિક મોહમ્મદ જાયસીએ ૧૫૪૦માં એક પુસ્તક લખ્યું હતુ ંજેમાં જણાવવામાં આવ્યું છે કે, પદ્માવતી રતન સેનના પત્નિ હતા. રતન સેન જેમને રાવલ રતનસિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે તે મેવાડના મહારાજા હતા. ૧૩૦૩માં તુર્ક-અફઘાન શાસક અલાઉદ્દીન ખિલજી દિલ્હીમાં સુલ્તાન બની બેઠો હતો. અલાઉદ્દીન ખિલજીએ રાજપૂતાનામાં ચિત્તોગગઢ જિલ્લામાં કબજો જમાવવા હુમલો કર્યો હતો. પદ્માવતીને મેળવવાની અલાઉદ્દીનની ઇચ્છાના લીધે આ યુદ્ધ થયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હતા. ખિલજી દ્વારા સકંજામાં આવે તે પહેલા જ પોતાના સન્માન માટે મોટી સંખ્યામાં મહિલાઓ સાથે મહારાણી પદ્માવતીએ જૌહર કર્યો હતો.

પદ્માવત ફિલ્મ......

નિર્દેશક............................... સંજય લીલા ભણશાલી

નિર્માતા................................... સંજય લીલા, સુધાંશુ

પટકથા..................... સંજય લીલા, પ્રકાશ કાપડિયા

આધારિત................................................. પદ્માવત

પદ્માવત પુસ્તકના લેખક.... મલિક મોહમ્મદ જાયસી

કલાકારો.................... દિપીકા, શાહીદ અને રણવીર

સંગીત...................... સંજય લીલા, સંચિત બલહારા

સિનેમાટોગ્રાફી................................... સુદીપ ચેટર્જી

એડિટ............................ જયંત જાધર, સંજય લીલા

પ્રોડક્શન કંપની....... ભણશાલી પ્રોડક્શન, વાયાકોમ

ડિસ્ટ્રીબ્યુટેડ................................ વાયાકોમ પિક્ચર્સ

રજૂઆતની તારીખ........... ૨૫મી જાન્યુઆરી ૨૦૧૮

ફિલ્મનો ગાળો.................................... ૧૬૩ મિનિટ

દેશ............................................................. ભારત

ભાષા........................................................... હિન્દી

બજેટ................................................... ૨૦૦ કરોડ

(8:02 pm IST)