Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

ટીસીએસની મૂડી વધી છ ટ્રિલિયન રૂપિયા થઇ ગઇ

રિલાયન્સને પાછળ છોડવામાં સફળ

        મુંબઈ, તા. ૨૪ : ટીસીએસે આજે તેની યશ કલગીમાં વધુ એક મોટી સફળતા હાસલ કરી લીધી હતી. શેરબજારમાં હાલમાં જારી રહેલી તેજી વચ્ચે આજે ટીસીએસની માર્કેટ મુડી છ ટ્રિલિયન રૂપિયાના આંકડા સુધી પહોંચી ગઇ છે. આઈટીની મહાકાય કંપની આ આંકડા સુધી પહોંચનાર આરઆઈએલ બાદ બીજી કંપની બની ગઈ છે. ટીસીએસના શેરમાં આજે ચાર ટકાનો ઉછાળો નોંધાયો હતો. આની સાથે જ તેની માર્કેટ મૂડી વધીને ૬.૧૮ ટ્રિલિયન રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. આ કંપનીએ આરઆઇએલને પાછળ છોડવામાં સફળતા મેળવી હતી. ડેટામાં જણાવવામાં આવ્યું છે કે, આરઆઈએલની માર્કેટ મૂડી ૬.૧૪ ટ્રિલિયન રૂપિયા રહી હતી.

(8:00 pm IST)