Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

અમે વિદ્રોહી નથી સુધારાવાદી છીએ ફાઇવ-સ્‍ટાર હોટલથી ચૂંટણી નથી લડી શકાતી : કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ

કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદએ પાર્ટીના પ્રદર્શનનને લઇ કહ્યું છે ફાઇવ-સ્‍ટાર હોટલથી ચૂંટણી નથી લડી શકાતી એમણે કહ્યું અમારા નેતાઓ સાથે સમસ્‍યા છે કે ટિકિટ મળતાં જ સૌથી પહેલાં તે ફાઇવ-સ્‍ટાર હોટલ બુક કરાવે છે. જયાં કાચો રસ્‍તો છે ત્‍યાં નહીં જાય આઝાદએ કહ્યું જયાં સુધી આ કલ્‍ચર નહીં બદલે અમે ચૂંટણી નહી જીતી શકીએ આગળ કહ્યું અમે વિદ્રોહી નથી સુધારાવાદી છીએ.

(9:42 pm IST)
  • કાંદિવલીમાં 24 માં માળે આગ લાગી: મહારાષ્ટ્ર: મુંબઇના કાંદિવલી પૂર્વ વિસ્તારના ઠાકુર ગામમાં ચેલેન્જર્સ ટાવરના 24 મા માળના ફ્લેટમાં આગ લાગી: હજી સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી. access_time 11:38 pm IST

  • દિલ્હીમાં 6746 ને કોરોના લાગ્યો: 121 ના મોત: દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 6,746 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે અને 121 કોરોના દર્દીઓનાં મોત નીપજ્યાં છે. access_time 11:37 pm IST

  • કોરોના મહામારીને લીધે લાંબા સમય સુધી બંધ રહ્યા પછી અમદાવાદનું સુપ્રસિદ્ધ કેમ્‍પ હનુમાન મંદિર આજે ખોલી નાખવામાં આવ્‍યું છે. જોકે ટોકન સિસ્‍ટમ્‍સથી ૨૦૦ ભક્‍તોને જ પ્રવેશ આપવામાં આવશે.. access_time 5:12 pm IST