Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

દિલ્હી સહિતના પર્વતીય વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડ્યો : દિલ્હીમાં 17 વર્ષનો ઠંડીનો રેકોર્ડ તુટ્યો

પર્વતીય રાજ્યમાં હાડ થીજવતી ઠંડી:કાશ્મીરમાં માઈનસ 3 ડીગ્રી તાપમાન

નવી દિલ્હી : દિલ્હી સહિતના પર્વતીય વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડ્યો છે. ઠંડીની સીઝનની શરૂઆત સાથે જ ઠંડીએ રેકોર્ડ તોડવાની શરૂઆત કરી છે. દિલ્હીમાં તો 17 વર્ષમાં અહી પારો 6.9 ડીગ્રી નોધાયો છે. પર્વતીય રાજ્યમાં હાડ થીજવતી ઠંડી છે . કાશ્મીરમાં માઈનસ 3 ડીગ્રી તાપમાન નોધાયું છે.

(12:31 pm IST)
  • બિહાર રાજ્યની 17 મી ધારાસભાનું નવું સત્ર આજ 23 નવેમ્બરથી શરૂ : 27 નવેમ્બર સુધી ચાલનારા પાંચ દિવસીય સત્ર દરમિયાન ધારાસભ્યોનો શપથવિધિ યોજાશે : સ્પીકર જીતનરામ માંઝી શપથ લેવડાવશે : સેનિટાઇઝર, સોશિઅલ ડિસટન્સ, માસ્ક સહીત કોવિદ -19 નિયમોના પાલનની સજ્જડ વ્યવસ્થા : કુલ સંખ્યાના 43 ટકા એટલેકે 105 ધારાસભ્યો નવા ચૂંટાઈ આવ્યા હોવાથી પ્રથમવાર શપથ લેશે access_time 11:54 am IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત : કુલ કેસનો આંકડો 91 લાખને પાર પહોંચ્યો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 43,652 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 91,39,560 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,43,125 થયા:વધુ 40, 586 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 85,60,625 રિકવર થયા :વધુ 487 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,33,750 થયો access_time 12:06 am IST

  • મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં જામતી ઠંડીઃ કાલથી ચેન્નાઈમાં ધમધોકાર વરસાદ : મહારાષ્ટ્રમાં મુંબઈ, પુણે, નાસિક, મહાબલેશ્વર સહિતના સ્થળોએ રાત્રીના અને વ્હેલી સવારે હવે ઠંડી જામતી જશે : વિશ્વ પ્રસિદ્ધ મહાબળેશ્વરમાં તો ૧૧-૧૨ ડિગ્રી જેવું ઠંડુ ઉ.માન થઈ જશે : ચેન્નાઈમાં આવતીકાલથી ૨૪-૨૫ બે દિવસ ધમધોકાર વરસાદ પડશે : ૨૫મીએ ૪ ઈંચથી પણ વધુ ભારે વરસાદ ખાબકવાની આગાહી થઈ છે : કાલે અને પરમદિવસે, મંગળ-બુધવારે જોરદાર પવન ફૂંકાશે : દિલ્હીનું હવામાન સવારનું ૧૧ ડિગ્રી અને દિવસનું ૨૪ ડિગ્રી આસપાસ રહેશે access_time 11:31 am IST