Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

કોંગ્રેસના સંકટમોચક નેતા ડીકે શિવકુમારને મોટી રાહત: હાઈકોર્ટે જામીન પર મુક્ત કર્યાં

દિલ્હી હાઈકોર્ટે 25 લાખના બોન્ડ પર તેમને જામીન આપ્યા

નવી દિલ્હી : કોંગ્રેસના સંકટમોચક અને દિગ્ગજ નેતા ડીકે શિવકુમારને મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી હાઈકોર્ટે જામીન પર મુક્ત કર્યાં છે. કોર્ટે શિવકુમારને 25 ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. શિવકુમાર 25 ઓક્ટોબર બાદ જેલમાંથી બહાર આવી શકશે. દિલ્હી હાઈકોર્ટે 25 લાખના બોન્ડ પર તેમને જામીન આપ્યા છે

  . ટ્રાયલ કોર્ટે ડીકે શિવકુમારની જામીન અરજી ફગાવી દીધી હતી તે પછી શિવકુમારે જામીન માટે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક સાધ્યો હતો. શિવકુમાર કોર્ટને મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે તેવો પણ હાઈકોર્ટે આદેશ આપ્યોહતો

   એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) કર્ણાટક કોંગ્રેસના દિગ્ગજ નેતા ડીકે શિવકુમારની ધરપકડ કરી છે. કર્ણાટકના પૂર્વ મંત્રી શિવકુમાર સોમવારે મની લોન્ડરિંગ કેસમાં ઈડી સામે હાજર રહ્યા હતા. ઈડીએ આ કેસમાં શુક્રવાર અને શનિવારે પણ 13 કલાક કરતા પણ વધારે પૂછપરછ કરી હતી. ડીકે શિવકુમાર પર પીએમએલએ કાયદાનું ઉલ્લંઘન કરીને હવાલા લેણદેણમાં સામેલ હોવાનો ઈડીનો આરોપ છે.

(9:42 pm IST)