Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

વિજળી પડવાથી ઝાડની અંદર આગ લાગીઃ વીડિયો વાયરલ થયો

એક યુઝર દ્વારા ર૦ ઓકટોબરના ટવિટ કરવામાં આવેલ વીડિયો વાયરલ થયો છે. જેમાં ઝાડની અંદર આગની જવાળાઓ ઉઠતી જોવા મળી છે.યૂઝરએ આના કેપ્શનમાં લખ્યું છે કે વિજળી પડવાથી આ ઝાડની અંદર લાગેલ આગનો નજારો જુઓ. આ વિશે એક શખ્સે લખ્યું આ આશ્ચર્યજનક છે આની ખુબસુરતી હટકે છે અને અજીબ કહી શકો છો.

(9:14 pm IST)
  • ગોવા - મેંગ્લોર બેલ્ટમાં શુક્ર- શનિ ભારેથી અતિભારે વરસાદઃ એલર્ટઃ અરબી સમુદ્રમાં છવાયેલ લો પ્રેસર ડીપ્રેશનમાં ફેરવાઇ અને પશ્ચિમ તરફ વળતા પૂર્વ કોંકણના કાંઠેથી છરકતુ જશે તેમ વેધરકાસ્ટ તેના ટવીટર હેન્ડલ ઉપર જણાવે છે. જેના પરિણામે શુક્ર-શનિવારે ગોવા અને મેંગ્લોર બેલ્ટમાં ભારેથી અતિભારે વરસાદ પડવા અંગે એલર્ટ અપાયેલ છે. મુંબઇમાં દિવાળી સુધી મધ્યમથી અવારનવાર વરસાદ વરસતો રહેશે. તેવી આગાહી પણ કરવામાં આવી છે. (૪૦.૩) access_time 11:24 am IST

  • મુંબઈમાં ૨૪ કલાકમાં મધ્યમ ભારે વર્ષા થઈઃ છેલ્લા ૨૪ કલાકમાં મુંબઈમાં વરસાદી દોર જોવા મળ્યાનું હવામાન ખાતાના ડે-ડાય.હોસાલીકર ટ્વીટ કરી જણાવે છે. નવી મુંબઈ, થાણેમાં હળવો વરસાદ રહેલ. મુંબઈ ઉપર આજેય વાદળા છવાયેલા છે અને આજે મધ્યમ વરસાદની સંભાવના છે. મુંબઈ ઉપરાંત કાંઠાના વિસ્તારો તથા ઈન્ટીરીયર ભાગોમાં પણ આજે વરસાદની સંભાવના છે. 'બીઓબી' અને લોપ્રેશર સતત એકટીવ રહેશે તેમ જણાવાયુ છેઃ નાસીકમાં પણ મધ્યમ - ભારે વરસાદી ઝાપટાઃ હજુ આગામી થોડા દિવસો સુધી વરસાદ ચાલુ જ રહેવા સંભવ access_time 11:24 am IST

  • તુર્કીએ કહ્યું ઉતરી સીરિયામાં નવા અભિયાનની કોઈ જરૂરત નથી :મંત્રાલયે કહ્યું કે તુર્કી ક્યારેય પણ પોતાની સીમાઓમાં દક્ષિણમાં આતંકવાદી કોરિડોરનું નિર્માણ થવા દેશે નહીં અને પુરી તાકાતથી આતંકવાદ સામે લડાઈ ચાલુ રાખશું access_time 1:12 am IST