Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

બાંગ્લાદેશી ધૂસણખોરોએ 66 લાખ બિહારીઓને કર્યા બેરોજગાર

બાંગલાદેશી ધૂસણખોરોમાંથી 80 ટકા લોકોના બિહાર,ઝારખંડ,પશ્ચિમ બંગાળ અને આસામમાં ધામા

પટના : ભારતમાં રહેતા કુલ બાંગ્લાદેશી ઘુષણખોરોમાંથી 80 ટકા બિહાર,ઝારખંડ,પશ્ચિમ બંગાળ,અને આસામમાં રહે છે ,બાંગ્લાદેશી ધૂસણખોરોએ માત્ર બિહારમાં જ 66 લાખ લોકોએ રોજગાર પર કબ્જો કર્યો છેવોટબેંકને કારણે નેતાઓએ ઘુષણખોરો અને શરણાર્થીઓ વચ્ચેના અંતર પર પડદો પાડવાનું કામ કર્યું છે,

 ભારતીય રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર ( એનસીઆર ) તેના પરથી પડદો ઉઠાવવાનું માધ્યમ છે એમ એએન સિંહ ઇન્સ્ટિયૂટ સભાગૃહમાં સંઘના વરિષ્ઠ પ્રચારક અને રાષ્ટ્રીય સુરક્ષા જાગરણ મંચના મુખ્ય સંરક્ષક ઇન્દ્રેશકુમારે કહ્યું હતું

રાષ્ટ્રીય સુરક્ષા જાગરણ મંચના પટના એકમેં એનઆઈસી,પીઓકે અને બાલ્તીસ્તાનની મુક્તિ,વધતી જનસંખ્યા વિકાસ માટે પડકાર,જળ વાયુ સંરક્ષણ અને વધતા પ્રદુષણ પર વ્યખ્યાનનું આયોજન કર્યું હતું

   તેઓએ કહ્યું હતું કે બાંગ્લાદેશ,અને પાકિસ્તાનથી ભારત આવેલા હિન્દૂ શરણાર્થી છે જ્યાં તેઓને ધર્મને કારણે પરેશાન કરાઈ છે બહેન દીકરીઓ સાથે બળાત્કાર કરાઈ છે મંદિરો તોડી પળાય છે આવી સ્થિતિમાં દેશ છોડવા સિવાય કોઈ વિકલ્પ નથી પરંતુ બાંગ્લાદેશથી આવેલ મુસલમાનો સાથે એવી કોઈ સ્થિતિ નથી,તે ભારતમાં સંસાધનો પર કબ્જા માટે આવ્યા છે

ભારતથી પાકિસ્તાન ગયેલ 60 હજારથી વધુ મુસલમાનોને હજુ સુધી નાગરિકતા મળી નથી ભારત હંમેશાથી બીજા ધર્મ અને દેશના નાગરિકો અપનાવતું રહ્યું છે પારસી અને યહૂદી તેનું સૌથી મોટું ઉદાહરણ છે

(8:19 pm IST)