Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

જમ્મુ-કાશ્મીરમાં વધુ એક ઉચ્ચ શિક્ષિત યુવક હરૂન હિઝબુલમાં જોડાયોઃ ૧૫ લાખનું ઇનામ જાહેર

જમ્મુઃ ઉચ્ચ શિક્ષણ મેળવી આતંકવાદના રસ્તે જઇ રહેલ જમ્મુ-કાશ્મીરામાં વધુ એક આતંકીનું નામ ઉમેરાયું છે. એમબીએ જેવુ શિક્ષણ લીધેલ આતંકી હરૂનવાની ઉપર ૧૫ લાખનું ઇનામ પણ જાહેર કરાયેલ છે. ઉચ્ચ શિક્ષત ૧૫ જેટલા આતંકીઓનો પહેલા જ ખાતમો બેલાવી દેવાયેલ છે.

ડોડા વિસ્તારના ભાજપ નેતા પરિહાર બંધુઓ અને સંઘના નેતા ચંદ્રકાન્ત શર્માની હત્યા સહિત કેટલીયય ઘટનાઓમાં સામેલ હિઝબુલ મુજાહીદીના ''એ'' કેટેગરીના આતંકી હરૂન અબ્બાસ વાનીને જીવતો કે મરેલો પકડવવા બદલ ડોડા પોલીસે શહેર ભરમાં પોસ્ટરો મારી ૧૫ લાખનું ઇનામ જાહેર કર્યું છે.

પોલીસને મળેલ માહિતી મુજબ આતંકી હરૂન કિશ્તીવાડથી ભાગી ડોડામાં છુપાયો છે. ડોડા જીલ્લા પોલીસે બે આતંકીઓની તસ્વીર જાહેર  કરી છે. હરૂન ચિનાબ ઘાટીના યુવાઓને આતંકી બનાવવાની સાથે કોઇ મોટી ઘટનાને અંજામ આપવાની પણ ડોડાના  ઘાટનો રહેવાસી છે. જયારે બીજો આતંકી મસુદ પણ ફિરાકમાં છે. તે ડોડાના દેસા મજમી વિસ્તારનો છે. તે આ વર્ષે  આતંકી બન્યો હતો. જયારે હરૂન ગયા વર્ષે આતંકવાદી સંગઠન હિઝબુલમાં જોડાયો હતો.  આતંકી હરૂનના પિતા જમ્મુ-કાશ્મીરમાં સરકારી એન્જીનીયર છે. ગયા વર્ષે બંધુક સાથેની હરૂનની તસ્વીર સામે આવેલ અને તેમા તે હિઝબુલ સાથે જોડાય ગયો હોવાનું દર્શાવેલ. ત્યારબાદ હરૂનની માતાએ મીડીયા દ્વારા તેેને ઘર વાપસી કરવા જણાવેલ પણ હરૂન પરત ફર્યો ન હતો.

(4:01 pm IST)