Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

ચેમ્યિપન ખેલાડી ઝડપથી રમત છોડી ન શકે, ધોનીની સિદ્ધિઓ ઉપર ભારતને ગર્વ : વિરાટે ટીમ ઈન્ડિયાના ક્રિકેટને નવી ઉંચાઈ આપી છેઃ ગાંગુલી

બીસીસીઆઈના ૩૯માં પ્રમુખ બનેલા સૌરવ ગાંગુલીએ ચાર્જ સંભાળતાની સાથે જ પત્રકાર પરિષદ સંબોધી બીસીસીઆઈને ભ્રષ્ટાચાર મુકત આપવાનુ વચન આપ્યુ છે : તેઓએ જણાવેલ કે મુંબઈએ ભારતને અનેક મહાન ખેલાડીઓ આપ્યા છે. મહેન્દ્રસિંહ ધોનીની સિદ્ધિઓ ઉપર ભારતને ખૂબ જ ગર્વ છે. જયાં સુધી હું આ પદ ઉપર છું ત્યાં સુધી તેને આ સન્માન મળતુ રહેશે. જયારે વિરાટે ભારતીય ક્રિકેટને નવી ઉંચાઈઓ આપી છે. તેને મારો પૂરો સહયોગ છે. જેવી રીતે હું કેપ્ટન હતો ત્યારે મને સ્વ.જગમોહન દાલમીયાએ મને સપોર્ટ આપ્યો હતો તેવો જ સપોર્ટ હું વિરાટને આપીશ. હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ દુનિયાની સર્વશ્રેષ્ઠ ટીમ છે. જેમાં વિરાટ  આ ટીમનો એક મુખ્ય સભ્ય છે. અમે તેને સપોર્ટ આપતા રહીશુ. ડોમેસ્ટીક ક્રિકેટ મામલે ગાંગુલીએ કહ્યુ કે, ડોમેસ્ટીક ક્રિકેટમાં બેસ્ટ કોમ્પીટીશન બની રહે તેવા પ્રયત્નો કરીશુ. એપેકસ કાઉન્સીલ સૌથી પહેલા ફર્સ્ટ કલાસ ક્રિકેટરો માટે કામ કરશે. વિશ્વસનીયતા અને કવોલીટી ઉપર કોઈ બાંધછોડ નહિં થાય. અમે અમારૂ બેસ્ટ આપવાના પ્રયત્નો કરીશુ. બાંગ્લાદેશની ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે ત્યારે ટેસ્ટ મેચોના સ્થળ બાબતે આવતીકાલે વિરાટ કોહલી સાથે વાત કરીશુ.

(4:00 pm IST)