Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

મહારાષ્ટ્ર સરકારમાં અમને બે મંત્રી પદ આપજોઃ રામદાસ આઠવલે

આરપીઆઇ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રીની ભાજપ-શિવસેના પાસે માંગ

મુંબઇઃ મહારાષ્ટ્રમાં ૨૮૮ વિધાનસભા બેઠકો ઉપર સોમવારે મતદાન પૂર્ણ થયુ હતુ. મતગણતરી કાલે ૨૪ ઓકટબરે યોજાનાર છે. દરમિયાન આરપીઆઇના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે એ પરિણામો પહેલાજ ભાજપ અને શિવસેનાની સરકાર બને તો તેમની પાર્ટીને સરકારમાં બે મંત્રીની માંગણી પણ કરી દીધી છે.

ઉપરાંત તેમણે સરકારી નિગમો-બોર્ડમાં પોતાના નેતાઓને પ્રમુખપદ આપવા માટે પણ જણાવ્યું હતું. સરકાર બનતા એક કેબીનેટ કક્ષાનું અને એક રાજયમંત્રીનું પદ મળવું જોઇએ તેવી માંગ કરતા ભાજપ-શીવસેનાને પણ વિચાર કરતા કરી દીધા છે.

(3:37 pm IST)