Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

મહિલા સંસદસભ્યે પરીક્ષા આપવા માટે ૮ હમશકલનો ઉપયોગ કર્યો

ઢાંક તા. ર૩: બંગ્લાદેશનાં સંસદસભ્ય તમન્ના નુસરત ઓપન યુનિવર્સિટીમાંથી આટ્ર્સની પરીક્ષા આપી રહ્યા હતા અને એ ઉપરાંત તેઓ કેટલાક પ્રોફેશનલ કોર્સ પણ કરી રહ્યા હતા. યુનિવર્સિટીની કુલ ૧૩ ટેસ્ટમાં આ બહેને પોતે નહીં પરંતુ પોતાના જેવી દેખાતી હમશકલનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ સ્થાનિક ટીવી ચેનલે કર્યો હતો. આ ચેનલે એકઝામ હોલમાં ઘૂસીને લાઇવ શોના માધ્યમથી તમન્ના નુસરતની હમશકલ સાથે વાતચીત પણ કરી હતી. બહેને પોતાના બદલે ૮ હમશકલ મહિલાઓને હાયર કરી હતી. આ ભાંડો ફોડવા માટે ટીવી ચેનલનો કેમેરામેન ડાયરેકટ એકઝામ હોલમાં જ ઘૂસી ગયો અને તમન્ના નુસરતની જગ્યાએ પરીક્ષા આપી રહેલી યુવતી સાથે વાતચીત કરતાં આ પર્દાફાશ થયો હતો. ટીવી ચેનલનો દાવો હતો કે યુનિવર્સિટીના કેટલાય જવાબદાર ઓફિસરોને આ બાબતે ખબર હતી કે પરીક્ષા આપનાર સંસદસભ્ય નહીં પણ તેની હમશકલ છે. અમે છતાં તેઓ ચૂપ હતા. એકઝામ હોલની બહાર બાઉન્સર્સ તહેનાત રાખવામાં આવ્યા હતા જે નકલી તમન્નાઓની સુરક્ષા જોતા હતા. આ ઘટના પછી યુનિવર્સિટીએ મહિલા સંસદસભ્યને બરખાસ્ત કરી દીધા છે.

(1:12 pm IST)