Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં 24મીએ દિવાળીની ઉજવણી કરશે

વ્હાઈટ હાઉસમાં ટ્રંપ ત્રીજી વખત દિવાળી ઉજવશે: ઓબામાએ 2009માં દિવાળીની ઉજવણીની શરૂઆત કરી હતી

 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે પણ વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરવાની જાહેરાત કરી છે. 24 ઓક્ટોબરના દિવસે વ્હાઈટ હાઉસ ખાતે દિવાળીની ઉજવણી કરવામાં આવશે. વ્હાઈટ હાઉસ ખાતે ટ્રંપ ત્રીજી વખત દિવાળી ઉજવશે.

વ્હાઈટ હાઉસ ખાતે ભારતીય સમુદ્દાયના લોકોની સાથે દિવાળી ઉજવવાની પરંપરા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ શરુ કરી હતી. બરાક ઓબામાએ 2009ના વર્ષમાં દિવાળીની ઉજવણી ભારતીય સમુદ્દાયના લોકો સાથે કરી હતી.

(12:06 am IST)
  • ગોવા - મેંગ્લોર બેલ્ટમાં શુક્ર- શનિ ભારેથી અતિભારે વરસાદઃ એલર્ટઃ અરબી સમુદ્રમાં છવાયેલ લો પ્રેસર ડીપ્રેશનમાં ફેરવાઇ અને પશ્ચિમ તરફ વળતા પૂર્વ કોંકણના કાંઠેથી છરકતુ જશે તેમ વેધરકાસ્ટ તેના ટવીટર હેન્ડલ ઉપર જણાવે છે. જેના પરિણામે શુક્ર-શનિવારે ગોવા અને મેંગ્લોર બેલ્ટમાં ભારેથી અતિભારે વરસાદ પડવા અંગે એલર્ટ અપાયેલ છે. મુંબઇમાં દિવાળી સુધી મધ્યમથી અવારનવાર વરસાદ વરસતો રહેશે. તેવી આગાહી પણ કરવામાં આવી છે. (૪૦.૩) access_time 11:24 am IST

  • પોરબંદરના દરિયાકાંઠાના ઈન્દીરાનગર વિસ્તારમાં રેતીમાં ખાડો કરીને યુવતીની અર્ધ દાટેલો મૃતદેહ મળ્યો : બપોરે યુવતીને રેતીમાં ખાડો કરીને દાટી દીધી હોવાનું અનુમાન : યુવતીની હત્યા થયાની આશંકા : લાશને અગ્નિદાહ આપવાની પણ કોશિશ કર્યાનું પણ તારણ : કમલાબાગ પોલીસ ઘટના સ્થળે દોડી : લાશને પીએમ માટે મોકલાઈ : ફોરેન્સિક રિપોર્ટ પણ કરાવાઈ તેવી શકયતા : યુવતીના માતા-પિતાની પૂછપરછ access_time 11:26 pm IST

  • તુર્કીએ કહ્યું ઉતરી સીરિયામાં નવા અભિયાનની કોઈ જરૂરત નથી :મંત્રાલયે કહ્યું કે તુર્કી ક્યારેય પણ પોતાની સીમાઓમાં દક્ષિણમાં આતંકવાદી કોરિડોરનું નિર્માણ થવા દેશે નહીં અને પુરી તાકાતથી આતંકવાદ સામે લડાઈ ચાલુ રાખશું access_time 1:12 am IST