Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

જયપુરમાં બસપા નેતાનાં ચહેરા પર ફેંકાઇ કાળી શાહી: ગધેડા ઉપર બેસાડી જુત્તાનો પહેરાવ્યો હાર

આ નેતાઓ પર પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં કથિત રીતે સામેલ હોવાનો આરોપ

 

રાજસ્થાનનાં જયપુરમાં બહુજન સમાજ પાર્ટી ના કાર્યકરોએ તેમની પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક રામજી ગૌતમ અને બીએસપીનાં પૂર્વ પ્રભારી સીતારામનાં ચહેરાને કાળો રંગ લગાવી બન્ને નેતાઓને ગધેડા પર બેસાડી ફેરવ્યા હતા  કાર્યકરોએ બન્ને નેતાઓને જુત્તાનો હાર પહેરાવ્યો હતો. નેતાઓ પર પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં કથિત રીતે હોવાનું સામે આવ્યું છે. જેના કારણે તેઓની સાથે પ્રકારનો વ્યવહાર કરવામાં આવ્યો છે

   ઘટનાથી પાર્ટીમાં જાણે ખલબલી મચી ગઇ હતી. પક્ષનાં કેટલાક વરિષ્ઠ નેતાઓને જુત્તાની માળા પહેરાવવામાં આવી હતી અને પક્ષનાં કેટલાક કાર્યકરો દ્વારા ટિકિટ વહેંચણીમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા તેમના ચહેરા પર પ્રકારનો કાળો રંગ લગાવવામાં આવ્યો હતો.

   બનીપાર્કની બસપા કચેરી ખાતે ઘટના બની હતી. બસપાનાં કાર્યકરોએ પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક રામજી ગૌતમ અને પૂર્વ બસપાનાં રાજ્ય પ્રભારી સીતારામનાં ચહેરા પર કાળી શાહી નાખી અને તેમને જુત્તાની હારમાળા પહેરાવી હતી. જે બાદ ગૌતમને પણ ગધેડા પર બેસાડવામાં આવ્યો હતો. ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે.

(11:46 pm IST)