Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

ઇન્ડિયન અમેરિકન એટર્ની શ્રી રિક મહેતા યુ.એસ.સેનેટર તરીકે ચૂંટણી લડવા આતુરઃ ન્યુજર્સીમાંથી રિપબ્લીકન ઉમેદવાર તરીકે ચૂંટણી લડશેઃ

ન્યુજર્સીઃ યુ.એસ.સ્થિત ઇન્ડિયન અમેરિકન એટર્ની શ્રી રિક મહેતાએ ન્યુજર્સીમાંથી યુ.એસ.સેનેટ સીટ માટે ચૂંટણી લડવાની ઇચ્છા વ્યકત કરી છે. તેઓ વર્તમાન ડેમોક્રેટ સેનેટર કોરી બુકરને મહાત કરવાની નેમ ધરાવે છે. તેવું યુટયુબના માધ્યમથી જાહેર કર્યુ છે.

શ્રી મહેતાએ જણાવ્યા મુજબ તેઓ ઘણાં સમયથી ન્યુજર્સીમાં વસતા લોકો માટે સંઘર્ષ કરી રહ્યા છે. તથા કોમ્યુનીટી પ્રશ્નો માટે તેમણે ઘણો ભોગ આપ્યો છે. અને હવે તેઓ પ્રજાના પ્રશ્નોને વોશીંગટનમાં વાચા આપવા માંગે છે. જયારે વર્તમાન ડેમોક્રેટ સેનેટર ઇમીગ્રન્ટસના પીઠબળથી ચૂંટાણી આવ્યા પછી તેઓના પ્રશ્નો પ્રત્યે ધ્યાન આપતા નથી.

શ્રી મહેતા રિપબ્લીકન ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.

(8:23 pm IST)