Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

ઉતરપ્રદેશમાં મિડ-ડે મીલમાં મીઠું અને રોટી ખાતા બાળકોનો વિડીયો વાયરલઃ પ્રિયંકા ગાંધીએ કર્યા પ્રહાર

     મિર્જાપુર (ઉત્તરપ્રદેશ) ની એક પ્રાથમિક સરકારી સ્‍કૂલનો વિડીયો સામે આવ્‍યો છે જેમાં બાળકો મિડ-ડે મીલમાં નમક-રોટી ખાતા જોવા મળે છે.

     વિડીયો શેયર કરતા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ ઉતરપ્રદેશ ભાજપ સરકારની વ્‍યવસ્‍થાનો સાચો હાલ છે. બાળકો સાથે થયેલ  વ્‍યવહાર નિદંનીય છે. જયારે સ્‍કૂલના પ્રધાનાધ્‍યાપક ને સસ્‍પેન્‍ડ કરી દેવામાં આવ્‍યા છે.

(11:58 pm IST)