Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

ઈકોનોમી 7 દાયકાના સૌથી ખરાબ સમયમાં: નાણાકીય વ્યવસ્થા જોખમમાં : નોટબંધી-GST બાદ રોકડના સંકટમાં વધારો :નીતિ આયોગના ઉપાધ્યક્ષ

રાઇવેટ સેક્ટરનો ડર દૂર કરવો પડશે જેથી રોકાણને પ્રોત્સાહન મળે:રૂપિયાને બજારમાં લાવવા સરકારે પ્રયત્ન કરવા પડશે

નવી દિલ્હી : નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે સરકારને સલાહ આપતા કહ્યુ કે, 'પ્રાઇવેટ સેક્ટરનો ડર દૂર કરવો પડશે જેથી રોકાણને પ્રોત્સાહન મળે. રાજીવ કુમારે કહ્યુ કે, ''કોઇએ ગત 70 વર્ષમાં આવી સ્થિતિનો સામનો નથી કર્યો, જ્યારે આખી વિત્તીય વ્યવસ્થા જોખમમાં છે. રાજીવ કુમાર અનુસાર, નોટબંધી અને GST પછી રોકડ સંકટમાં વધારો થયો છે.'

  રાજીવ કુમારે આગળ કહ્યુ કે, ''આજે કોઇ કોઇની પર વિશ્વાસ નથી કરી કરતુ. પ્રાઇવેટ સેક્ટરની અંદર કોઇ પણ ઇન્વેસ્ટ કરવા માટે તૈયાર નથી, દરેક લોકો રોકડ ભેગા કરીને બેઠા છે.'' આ સાથે જ રાજીવ કુમાર અનુસાર, GST અને IBC પછી સ્થિતિ બદલાઇ ગઇ છે. પહેલા લગભગ 35% રોકડ ઉપલબ્ધ હતી, જે હવે ઓછી થઇ ગઇ છે. આ તમામ કારણોથી સ્થિતિ વધારે જટિલ થઇ ગઇ છે.

  રાજીવ કુમારે કહ્યુ કે, ''વિત્તીય ક્ષેત્રમાં ચાલી રહેલું આ સંકટ હવે આર્થિક વિકાસ પર પણ દેખાઇ રહ્યુ છે. એવામાં પ્રાઇવેટ સેક્ટરમાં રોકાણ કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવાની જરૂર છે, જેથી મધ્ય વર્ગની આવકમાં વધારો થાય. જેની અસર દેશની અર્થવ્યવસ્થા પર પણ દેખાશે. ગત 70 વર્ષોમાં વિત્તીય ક્ષેત્રમાં આવી સ્થિતિ નથી સર્જાઇ. પ્રાઇવેટ સેક્ટરમાં કોઇ વિશ્વાસ નથી કરી રહ્યુ અને ન તો કોઇ લોન આપવા માટે તૈયાર છે. દરેક ક્ષેત્રમાં રકમ જમા કરવામાં આવી છે. આ રૂપિયાને બજારમાં લાવવા માટે સરકારે વધારે પ્રયત્ન કરવો પડશે.'

  નીતિ આયોગના વાઇસ ચેરમેન અનુસાર, વિત્તીય સંકરની શરૂઆત 2009-14માં આપેલી લોનના કારણે છે. આ દમરિયાન આપવામાં આવેલી લોન NPA થઇ ગઇ છે અને બેંકોને નવી લોન આપવાની ક્ષમતા ઓછી થઇ ગઇ છે. આ ઉણપ નોન બેન્કિંગ વિત્તીય કંપનીઓ કરી રહી છે, જેથી લોનમાં 25%નો વધારો થયો છે. સતત ડિફોલ્ટથી હવે NBFC ક્ષેત્ર તૂટી રહ્યુ છે, જેની અસર વિત્તીય ક્ષેત્ર પર દેખાઇ રહ્યુ છે.

 નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે નિવદેન એવા સમયમાં આપ્યુ છે, જ્યારે તાજેતરમાં મુખ્ય આર્થિક સલાહકાર કે.સુબ્રમણ્યમે પ્રાઇવેટ સેક્ટર કંપનીઓને માઇન્ડસેટ બદલાવની સલાહ આપી છે. કે.સુબ્રમણ્યમે પ્રાઇવેટ કંપનીઓને કહ્યુ કે, ''એક બાળક સતત પોતાના પિતા પાસે મદદ ના માંગી શકે. તમારે આ વિચારને બદલવો પડશે. તમે એ વિચાર ના રાખી શકો કે નફો પોતાનો જ્યારે ખોટ બીજા પર નાખી દઇએ.''

(11:13 am IST)