Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

ભારતને પરમાણુ યુધ્ધની ધમકી આપનાર

પાક.રેલ્વે મંત્રીની લંડનમાં ધોલાઇઃ ઇંડા ફેંકાયાઃ ઘુસ્તા મરાયાઃ હુમલો કરી હુમલાખોરો છનન

નવી દિલ્હી, તા.૨૩: પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહેતા પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદ પર લંડનમાં હુમલો થયો હોવાના અહેવાલ છે અને તેમના પર ઈંડા ફેંકવામાં આવ્યાં અને લાત ઘૂસા પડ્યાં. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત રિપોર્ટ મુજબ અવામી મુસ્લિમ લીગના પ્રમુખ અને રેલવે મંત્રી શેખ રશીદ પર તે સમયે હુમલો થયો જયારે તેઓ લંડનની એક હોટલમાં એક પુરસ્કાર સમારોહમાં ભાગ લઈને બહાર નીકળ્યાં. તેમના પર હુમલો કરનારા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયાં.ઙ્ગ

બુધવારે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) સંબંધિત પીપલ્સ યૂથ ઓર્ગેનાઈઝેશન યુરોપના અધ્યક્ષ આસિફ અલી ખાન અને પાર્ટીના ગ્રેટર લંડન મહિલા શાખાના અધ્યક્ષ સમાહ નાઝે એક નિવેદન બહાર પાડીને હુમલાની જવાબદારી લીધી. તેમણે કહ્યું કે રશીદે પીપીપી પ્રમુખ બિલાવલ ભુટ્ટો જરદારી વિરુદ્ઘ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. જેના વિરોધમાં આ પગલું લેવાયું. તેમણે રશીદ પર ફકત ઈંડા ફેરવાની વાત પોતાના નિવેદનમાં કહી હતી.

બંને નેતાઓએ કહ્યું કે શેખ રશીદે અમારા આભારી હોવું જોઈએ કે અમે તેમના વિરુદ્ઘ વિરોધ વ્યકત કરવા માટે બ્રિટનના ઈંડા ફેકવાની એક સભ્ય પધ્ધતિનો જ ઉપયોગ કર્યો. અવામી મુસ્લિમ લીગે કહ્યું કે આ દ્યટનાનો કોઈ વીડિયો ઉપલબ્ધ નથી, પરંતુ બંને નેતાઓએ પોતે હુમલાની વાત સ્વીકારી છે. પાર્ટી પોલીસમાં મામલો લઈ જવાનું વિચારી રહી છે.

(10:02 am IST)