Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

''બિઝનેસમેન ઓફ ધ ઇયર'': ઇન્ડિયન અમેરિકન યુવાન શ્રી આકાશ પટેલને યુ.એસ. ચેમ્બર ઓફ કોમર્સનું બિરૂદઃ ૧૪ સપ્ટેં.૨૦૧૯ના રોજ ટેમ્પા ફલોરિડા મુકામે સન્માનિત કરાશે

ફલોરિડાઃ યુ.એસ.માં ટેમ્પા ફલોરિડા સ્થિત ઇન્ડિયન અમેરિકન વ્યાવસાયી ૨૭ વર્ષીય શ્રી આકાશ પટેલને ઇન્ડો યુ.એસ. ચેમ્બર ઓફ કોમર્સએ ''બિઝનેસમેન ઓફ ધ ઇયર'' બિરૂદ આપ્યુ હોવાનું ૧૫ ઓગ.૨૦૧૯ના રોજ જણાવાયું છે.

એલિવેટ ઇન્કના ફાઉન્ડર તથા પ્રેસિડન્ટ શ્રી પટેલને ૧૪ સપ્ટેં.૨૦૧૯ના રોજ ઉપરોકત એવોર્ડ આપી સન્માનિત કરાશે.

ઉપરોકત બિરદ આપવા બદલ શ્રી પટેલએ હર્ષ વ્યકત કરતાં જણાવ્યું હતું કે તે કોમ્યુનીટીની ભાવિ પેઢીને રોજગારી આપી પગભર કરવા કટિબધ્ધ છે.

(8:57 pm IST)