Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

CBI ને અડધી રાત્રે કહ્યું

મને એકલા ડર લાગેઃ ચિદમ્બરમ

નવી દિલ્હી, તા.૨૨: INX મીડિયા કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમની બુધવાર રાત્રે ખૂબ જ નાટકીય રીતે ધરપકડ થઇ. સીબીઆઈ તેમને કસ્ટડીમાં લઇ જઇ CBI હેડકવાર્ટરમાં લઇ ગઇ જયાં ચિદમ્બરમની સત્તાવાર રીતે ધરપકડ કરાઇ. કહેવાય છે કે તેમની સીબીઆઈના અધિકારીઓએ રાત્રે જ પૂછપરચ્છ શરૂ કરી દીધી હતી. આજે તેમને રાઉજ એવેન્યુ સ્થિત સીબીઆઈ કોર્ટમાં રજૂ કરાશે. બીજીબાજુ કોંગ્રેસ પાર્ટી પણ આજે પત્રકાર પરિષદ કરશે.

ચિદમ્બરમની ધરપકડ કરાયા બાદ તેમની સીબીઆઈ હેડકવાર્ટરમાં રાત્રે જ પૂછપરચ્છ શરૂ થઇ ગઇ હતી. આ દરમ્યાન તેમને ડિનર માટે પૂછયું, પરંતુ ચિદમ્બરમે કંઇપણ ખાવાની ના પાડી દીધી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ચિદમ્બરમે રાત્રે એકલા રહેવાનો ડર લાગવાનો હવાલો આપી જેલમાં જવાની ના પાડી દીધી તો સીબીઆઈના એક અધિકારી રૂમમાં તેમની સાથે રોકાઇ રહ્યા. એમ પણ કહેવાય છે કે સીબીઆઈ એ ચિદમ્બરમને કેટલાંય સીધા પ્રશ્નો પૂછયા, એફઆઇપીબીના નિયમોમાં ફેરફારનો વિરોધ કેમ ના થયો, કાર્તિ અને ઇંદ્રાણી મુખર્જીની મુલાકાત કેવી રીતે થઇ હતી, દ્યૂસકાંડના પૈસા કયાંથી કયા ગયા વગેરે? સમાચારોનું માનીએ તો ચિદમ્બરમ તપાસમાં સહયોગ કરવાની જગ્યાએ સીબીઆઈના પ્રશ્નોના જવાબમાં ઉલટા સીબીઆઈ અધિકારીઓની પૂછપરછ કરી રહ્યા છે.

(4:18 pm IST)