Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

આગામી મહિને આવશે રાફેલ વિમાનઃ ભારતને મળશે નવી તાકાત

ભારતમાં પ્રથમ રાફેલ વિમાન લાવવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ બીએસ ધનોઆ ફ્રાન્સ જશે

નવી દિલ્હી, તા.૨૨: પાકિસ્તાન સાથે તણાવ ભર્યા માહોલ સમયે ભારતીય સેનાને એક નવી તાકાત મળશે. ભારતને પ્રથમ રાફેલ વિમાન ૨૦ સપ્ટેમ્બર મળવાનું છે. ભારતમાં પ્રથમ રાફેલ વિમાન લાવવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ બીએસ ધનોઆ ફ્રાન્સ જશે.

ભારતને ૨૦ સપ્ટેમ્બરે રાફેલ વિમાન આપવામાં આવશે તો ત્યાં રક્ષામંત્રી રાજનાથ સિંહ અને વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ બીએસ ધનોઆ હાજર રહેશે. રક્ષા મંત્રાલયના સૂત્રોના મતે સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહ સુધી ભારતને રાફેલ સોંપવાની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે.

રાફેલ વિમાન પારંપરિક રુપથી ભારતને સોંપવામાં આવશે. રાફેલ વિમાન સોપતા સમયે ફ્રાન્સના દ્યણા વરિષ્ઠ અધિકારી પણ હાજર રહેશે. રાફેલ વિમાન આવ્યા પહેલા ભારતીય વાયુસેનાએ ૨૪ પાયલોટને રાફેલની ટ્રેનિંગ આપવાની તૈયારી કરી લીધી છે. જેથી રાફેલ ભારતમાં આવે તો ભારતીય પાયલોટ આ વિમાનોને ઉડાડવા માટે પૂરી રીતે ટ્રેન્ડ થયેલા હોય. આ બધા પાયલોટ ત્રણ-ત્રણ અલગ બેન્ચમાં પોતાની ટ્રેનિંગ ખતમ કરી લેશે. આગામી વર્ષે મે મહિના સુધી રાફેલ વિમાન ભારતમાં આવશે. ત્યાં સુધી પાયલોટની ટ્રેનિંગ જારી રહેશે.

ભારતીય વાયુસેના રાફેલ લડાકુ વિમાનોના એક-એક દસ્તાને હરિયાણાના અંબાલા અને પશ્યિમ બંગાળના હાશિમારા એરબેસ ઉપર નિયુકત કરવાનો પ્લાન બનાવી ચૂકી છે. ભારત આ બધા વિમાનોને પૂર્વી અને પશ્યિમી ફ્રન્ટ પર ગોઠવશે.(૨૩.૧૧)

(11:25 am IST)