Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

છત્તીસગઢની કેશકાલ ઘાટીમાં બનશે બે પહાડોને જોડતો કાચનો પુલ

રાંચી : છત્તીસગઢના રાયપુર- જગદલપુર માર્ગ ઉપર કેશકાલ ઘાટીને હવે પર્યટન સ્થળ ઉપર વિકસીત કરાશે. આ ઘાટીમાં પર્યટકોને આકર્ષવા માટે કેશકાલથી બે કિ.મી. દૂર ટાટામારીમાં બે પહાડોને જોડીને કાચનો પુલ બનાવાશે.

તેના નિર્માણ માટે મંજુરી આપવામાં આવી છે. જે માટે એક કંપનીને ડીપીઆર બનાવવા અંગે પણ કહેવાયુ છે. પ્રદેશેમાં આ રીતેનો પ્રથમ પુલ હશે. કાંેડાગાંવ કલેકટર તંત્ર મુજબ કાચનો પુલ સ્ટીલની ફેમમાં બનાવાશે. તેના માટે મોડલ પણ પસંદ કરાયું છે. આ યોજના હેઠળ ૧૦ રિસોર્ટ પણ બનાવાશે.

(4:35 pm IST)