Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

વર્કીંગ વુમનને નોકરીની બે ગણી ચિંતા : આત્મવિશ્વાસમાં પણ ઘટાડો

કોરોનાના કારણે યુવાઓ પરેશાન : જૂનમાં મહિલા આઇસીઆઇ સ્કોર ૪૯ જ્યારે પુરૂષોનો ૫૬

નવી દિલ્હી,તા. ૨૩: પ્રોફેશ્નલ પુરૂષોની તુલનામાં કામકાજ કરતી મહિલાઓને નોકરીની ઉપલબ્ધતા અને કામ ગોતવાનો સમય ખર્ચ થવાની બે ગણી ચિંતા સતાવવા લાગી છે. નોકરી કરતી મહિલાઓનો ધ ઇન્ડીવીઝયુલ કોન્ફીડન્સ સ્કોર માર્ચામં જ્યા પ્લસ ૫૭ હતો તે જુનની શરૂમાં ૮ પોઇન્ટ ઘટીને પ્લસ ૪૯ થયેલ.

જ્યારે પુરૂષોના આઇસીઆઇ સ્કોરમાં પણ માર્ચ કરતા જૂનમાં બે પોઇન્ટ ઘટી પ્લસ ૫૬ થયેલ. અસમાનતાનું કારણ દર ચારમાંથી એક (૨૩ ટકા) મહિલા પ્રોફેશ્નલ વધતા ખર્ચ અને દેણાના કારણે ચિંતિત છે. પુરૂષોમાં ૧૦ માંથી ૧ (૧૩ ટકા)ને આ ચિંતા હોય છે.

ઓવર ઓલવર્ક ફોર્સ કોન્ફીડન્સ સ્કોર માર્ચની સરખામણીએ ૪ પોઇન્ટના ઘટાડા સાથે પ્લસ ૫૪ થઇ ગયેલ. મહામારીમાં મનોરંજન, ડીઝાઇન, મીડીયા અને ટેલીકોમ ક્ષેત્ર સાથે જોડાયેલ લોકો ચિંતિત છે. કેમ કે કંપનીઓએ ભવિષ્યને લઇને અનિશ્ચિતતા દર્શાવી છે. જ્યારે સોફટવેર, આઇટી અને નેટવર્કીંગ સેકટર પુરી રીતે કામ કરી રહ્યુ છે.

(3:20 pm IST)