Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

આજે પુરીમાં જગન્નાથ રથયાત્રાઃ વડાપ્રધાને ટવીટ દ્વારા દેશવાસીઓને આપ્યો ખાસ સંદેશ

પુરી તા. ર૩: પુરીમાં ભગવાન શ્રી જગન્નાથ રથયાત્રા આજે નિકળશે જેના માટે જગન્નાથ મંદિરમાં રથયાત્રા માટેની તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રા કાઢવા માટે પુજારીઓ પહોંચી ગયા છે. વડાપ્રધાને દેશવાસીઓને રથયાત્રાની શુભકામનાઓ આપતા ટવીટ કરીને કહ્યું કે ભગવાન જગન્નાથની રથયાત્રાના પાવન-પુનિત અવસર પર આપ સૌને મારી હાર્દિક શુભકામનાઓ, મારી કામના છે કે શ્રધ્ધા અને ભકિત ભરી આ યાત્રા દેશવાસીઓના જીવનમાં સુખ, સમૃધ્ધિ, સૌભાગ્ય અને આરોગ્ય લઇને આવે. જય જગન્નાથ.

ઉલ્લેખનિય છે કે સુપ્રિમ કોર્ટે ગઇકાલે કેટલાક પ્રતિબંધો સાથે કોરોના મહામારી વચ્ચે વાર્ષિક રથયાત્રા આયોજીત કરવાની પરવાનગી આપી છે. સુપ્રીમના આદેશ અનુસાર, પ૦૦થી વધારે લોકોને રથ ખેંચવાની પરવાનગી નહીં અપાય. કોરોના મહામારીના લીધે રથયાત્રા મંદિર પરિસરની અંદર જ રહેશે.

(12:46 pm IST)