Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

પતંજલિની 'કોરોનિલ' હરાવશે કોરોનાને

બાબા રામદેવજીએ લોન્ચ કરી કોરોનાની આયુર્વેદિક દવા : બજારમાં નામ રહેશે 'દિવ્ય કોરોનિલ ટેબ્લેટ' : ટેબ્લેટનું ૨૮૦ દર્દીઓ ઉપર સફળ પરિક્ષણ : ૩ દિવસમાં ૬૯ ટકા કોરોનાના દર્દી સાજા થયા : ૭ દિવસમાં ૧૦૦ ટકા પરિણામનો દાવો : કોરોનિલ કિટ રૂ. ૫૪૫માં ઉપલબ્ધ : સોમવારે એક એપ લોન્ચ થશે જે થકી દવા ઘેરબેઠા મેળવી શકાશે : પતંજલિ સ્ટોર પરથી પણ મળશે

નવી દિલ્હી તા. ૨૩ : કોરોનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે પરંતુ અત્યાર સુધીમાં તેનો તોડ મળનારી કોઇ દવા બની નથી હવે યોગગુરૂ બાબા રામદેવની પતંજલિ કંપનીનો દાવો છે કે તેઓએ આ મહામારીને માત આપવાની દવા તૈયાર કરી લીધી છે. આજે પત્રકાર પરીષદને સંબોધીને બાબા રામદેવે કહ્યું કે, વિશ્વ આતુરતાથી રાહ જોઇ રહ્યું હતું કે કોરોનાની કોઇ દવાની શોધ કરવામાં આવે પરંતુ આજે અમને ગર્વ છે કે કોરોનાની પ્રથમ આયુર્વેદિક દવા અમે તૈયાર કરી લીધી છે. આ આયુર્વેદિક દવાનું નામ 'કોરોનિલ' છે.

રામદેવે કહ્યું કે, આજે એલોપેથિક મેડિસિનને લીડ કરી રહ્યું છે. અમે કોરોનિલ નિર્માણ કરી છે. જેમાં અમે કલીનિકલ કંટ્રોલનું પરીક્ષણ કર્યું. અંદાજે સો લોકો પર તેનું ટેસ્ટ કરવામાં આવ્યું. ત્રણ દિવસની અંદર ૬૫ ટકા દર્દીઓ પોઝીટીવમાંથી નેગેટીવ થયા.

યોગગુરૂ રામદેવે કહ્યું કે, સાત દિવસમાં સો લોકો સ્વસ્થ થયા છે. અમે સંપૂર્ણ રીતે પરીક્ષણ કરીને તેને તૈયાર કરી છે. અમારી દવાનો સો ટકા રીકવરી રેટ છે અને શૂન્ય ટકા ડેથરેટ છે. રામદેવે કહ્યું કે, ભલે લોકો અમારા આ દાવા પર પ્રશ્નો ઉભા કરે પરંતુ અમારી પાસે દરેક સવાલના જવાબ છે. અમે દરેક વૈજ્ઞાનિક નિયમોનું પાલન કર્યું છે.

પત્રકાર પરીષદમાં યોગગુરૂ બાબા રામદેવે વધુમાં ઉમેર્યું કે, આ દવા બનાવામાં ફકત દેશી સામાનનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં મુલૈઠી, કાઠા સહિત અનેક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ ગિલોથ, અશ્વગંધા, તુલસી, શ્વાસરિનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

રામદેવે કહ્યું કે, આયુર્વેદથી નિર્માણ થયેલી આ દવાને આવતા સાત દિવસોમાં પતંજલિના સ્ટોર પર મળશે. આ ઉપરાંત સોમવારે એક એપ લોન્ચ કરવામાં આવશે. જેની મદદથી ઘર પર એ દવાઓ પહોંચાડાશે. પતંજલિનો દાવો છે કે કોરોનાને માત આપતી આ દવા આયુર્વેદિક છે તેનું નામ કોરોનિલ આપવામાં આવ્યું છે.

પતંજલિના આચાર્ય બાલકૃષ્ણને દાવો કર્યો કે આયુર્વેદની મદદથી કોરોનાને માત આપતી દવા બનાવી લીધી છે. કોરોનાની બીમારી જ્યારથી આવી હતી ત્યારથી અમે આ દવા અંગે પ્રયત્ન કરી રહ્યા હતા. હવે આ અમારો પ્રયત્ન સફળ થયો છે. પતંજલિનો દાવો છે કે આ શોધ સંયુકત રૂપે પતંજલિ રીસર્ચ ઇન્સ્ટીટયૂટ હરિદ્વાર અને પતંજલિ આયુર્વેદ લિમિટેડ, હરિદ્વાર દ્વારા કરવામાં આવ્યું છે.

પતંજલિના બાબા રામદેવે કોરોના પર દવા બનાવાનો દાવો કર્યો છે. બાબા રામદેવે હરિદ્વારમાં કોરોનિલ દવાની લોન્ચિંગ કરી. આ મોકા પર બાબા રામદેવે કહ્યું કે, દવાની અમે બે વાર ટ્રાયલ કરી હતી. પ્રથમ કિલનિકલ કંટ્રોલ સ્ટડી, બીજી કિલનિકલ કંટ્રોલ ટ્રાયલ.

બાબા રામદેવે કહ્યું કે, ૧૦૦ લોકો પર કિલનિકલ કંટ્રોલ ટ્રાયલ સ્ટડી કરવામાં આવી. ૩ દિવસની અંદર ૬૯ ટકા દર્દીઓ સાજા થયા. સાત દિવસની અંદર સો ટકા દર્દીઓ સાજા થયા. દવાનો રિકવરી રેટ સો ટકા છે અને ડેથરેટ શૂન્ય ટકા છે.

રામદેવે કહ્યું કે, કિલનિકલ કંટ્રોલ ટ્રાયલ અંગે અનેક અપ્રૂવલ લેવાના હોય છે તેના માટે એવિકલ અપ્રૂવલ લીધા ત્યારબાદ સીટીઆઇઆરના અપ્રૂવલ અને રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા.

(2:57 pm IST)