Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

કોવિડ-૧૯: હવે લાખની વાત છોડો, ૨૭ જૂને થઈ જશે ૧ કરોડ કેસ

દુનિયામાં કોરોના મહામારીનો ડેથ રેટ ૬૦ (પ્રતિ ૧૦ લાખ) છે, ભારતમાં ડેથ રેટ ૧૦, બાંગ્લાદેશમાં ૯ અને પાકિસ્તાનમાં ૧૬ છે

નવી દિલ્હી, તા.૨૩: કોરોના વાયરસ લગભગ ૬ મહિનામાં દુનિયાભર માટે કહેર બની રહ્યો છે. લગભગ દરેક દેશ તેની ઝપેટમાં છે. અમેરિકા, રશિયા, બ્રિટન  જેવા વિકસિત દેશ પણ આ મહામારીનો સામનો કરવામાં અસહાય સાબિત થઈ રહ્યા છે. દુનિયામાં અત્યાર સુધી ૪.૭૨ લાખ લોકો તેના કારણે જીવ ગુમાવી ચૂકયા છે. હવે તો લગભગ દોઢ લાખ નવા કેસ રોજ સામે આવી રહ્યા છે. આ સપ્તાહ કોવિડ-૧૯ની ભયાનકતા લાખથી કરોડમાં પહોંચવા જઈ રહી છે. આ સપ્તાહે દુનિયામાં કુલ એક કરોડ કોરોના પોઝિટિવ કેસ થઈ શકે છે. તેમાં ૫ લાખથી વધુ ભારતીય હશે.

દુનિયામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૨૧ જૂને ૯૧ લાખને પાર પહોંચી ગઈ. વર્લ્ડોમીટર મુજબ સોમવાર મોડી રાત્રે વિશ્વમાં કોરોનાના કુલ ૯૧.૨૦ લાખ કેસ હતા. ૮.૮૦ લાખ વધુ કેસ આવતાં આ સંખ્યા એક કરોડને પાર કરી જશે. દુનિયામાં ૧૫થી ૨૦ જૂનની વચ્ચે, એટલે કે ૬ દિવસમાં લગભગ ૯ લાખ કેસ આવ્યા છે. જો આ ઝડપ રહી તો ૨૭ જૂને દુનિયામાં એક કરોડ કોરોના કેસ થઈ જશે. કોરોના વાયરસ સાથે જોડાયેલા ૧૦ જ્ર્ીણૂદ્દસ્ન

૧. દુનિયામાં સૌથી વધુ કેસ અમેરિકા (લગભગ ૨૩.૭૦ લાખ)માં છે. અહીં સૌથી વધુ મોત (લગભગ ૧.૨૨ લાખ) પણ થયા છે.

૨. બ્રાઝીલમાં લગભગ ૧૧ લાખ કેસ છે. અમેરિકા બાદ સૌથી વધુ. અહીં ૫૦ હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે.

૩. ભારતમાં હાલ લગભગ ૪.૪૦ લાખ કેસ છે. ભારતમાં ૨૬ જૂને આ આંકડો ૫ લાખને પાર થઈ જશે.

૪. દુનિયામાં કોરોના વાયરસનો રિકવરી રેટ ૪૭્રુ છે. લગભગ ૪૮.૯૦ લાખ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ સ્વસ્થ થઈ ચૂકયા છે.૫. દુનિયામાં અત્યાર સુધી ૪.૭૨ લાખ લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી ચૂકયા છે. આ સંખ્યા ૨૭ જૂને ૫ લાખ થઈ જશે.

૬. દુનિયાના ૧૮૫ દેશમાં કોરોના વાયરસના કારણે મોત થઈ ચૂકયા છે. સૌથી વધુ મોત યૂરોપ (લગભગ ૧.૮૭ લાખ)માં થયા છે.

૭. ભૂટાન, વિયતનામ, યુગાન્ડા, મંગોલિયા, નામીબિયા, લાઓસ, ફિજી, મકાઉ સહિત લગભગ ૨૭ દેશોમાં કોરોનાના કારણે કોઈ મોત નથી થયા.

૮. દુનિયામાં સૌથી વધુ ટેસ્ટ અમેરિકા (૨.૮૭ કરોડ)માં થયા છે. ભારતમાં અત્યાર સુધી ૭૦ લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

૯. દુનિયામાં આ મહામારીનો ડેથ રેટ ૬૦ (પ્રતિ ૧૦ લાખ) છે. ભારતમાં ડેથ રેટ ૧૦, બાંગ્લાદેશમાં ૯ અને પાકિસ્તાનમાં ૧૬ છે.

૧૦. દુનિયાના ૧૦ દેશોમાં ૨ લાખ કે તેનાથી વધુ કેસ છે તેમાં અમેરિકા, બ્રાઝીલ, રશિયા, ભારત, બ્રિટન, સ્પેન, પેરુ, ચિલી, ઈટલી અને ઈરાન સામેલ છે.

(10:21 am IST)