Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

સર્ચ ઓપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીરમાં ૨ ત્રાસવાદી ઠારઃ ૧ જવાન શહીદઃ પુલવામાની ઘટના

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આજે ફરીથી સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ છે. પુલવામાના બાંદજૂ વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે આ ઓપરેશનમાં સેના અને પોલીસના જવાનો સામેલ છે. એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને સુરક્ષાકર્મચારીઓએ ઠાર માર્યા છે. જો કે હજી સુધી મૃત આતંકવાદીઓની ઓળખ નથી થઇ શકી. આ વિસ્તારમાં વધુ આતંકવાદીઓ છૂપાયા હોવાની આશંકા છે, હાલ સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સેનાએ આતંકવાદીઓ પાસેથી ૨ એકે ૪૭ રાઇફલ જપ્ત કરી છે. જયારે આ એન્કાઉન્ટર દરમિયાન એક જવાન ઘાયલ થઇ ગય હતો, જેને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો, જયાં તેનું મોત થયું છે.

સમવારે પણ અનંતનાગના વેરીનાગ કાપરાન વિસ્તારમાં સેનાએ કેટલાક આતંકવાદીઓને દ્યેરી લીધા હતા અને જવાન અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી. પાછલા કેટલાક દવિસોમાં સેનાએ ઘાટીમાં ડઝનેક આતંકવાદીઓને વિવિધ એન્કાઉન્ટરમાં ઠાર માર્યા. રવિવારે સેનાએ શોપિયાંમાં એન્કાઉન્ટર દરમિયાન ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જયારે સેનાએ શુક્રવારે બે અલગ અલગ એન્કાઉન્ટરમાં ૮ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. સેનાએ શોપિયાં જિલ્લાના મુનંદ વિસ્તારમાં ૫ આતંકવાદીઓને ઢેર કર્યા હતા. શ્રીનગરમાં સેનાના પીઆરઓએ આ બાબતની જાણકારી આપતા જણાવ્યું હતું કે ઓપરેશનમાં ૫ આતંકવાદીઓને ઠાર મારવામા આવ્યા. જયારે જમ્મુ-કાશ્મીરના અવંતિપોરાના પંપોરના મીજ ગામમાં પણ સેના એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા હતા.

(10:20 am IST)