Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

ટ્રમ્પે H-1B વીઝા ઉપર વર્ષના અંત સુધી લગાવ્યો પ્રતિબંધઃ ભારતને લાગશે આંચકો

મોટી સંખ્યામાં ભારતીય આઇટી પ્રોફેશનલને અસર થશે

વોશીંગ્ટન, તા.૨૩: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H1-B વીઝા સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી દીધી છે. આથી ભારત સહિત દુનિયાના આઇટી પ્રોફેશનલને મોટો ઝાટકો લાગ્યો છે. આ સસ્પેન્સન વર્ષના અંત સુધી માન્ય રહેશે. ટ્રમ્પ પ્રશાસનના અધિકારીઓના મતે આ નિર્ણય અમેરિકન શ્રમિકોના હિત માટે લેવાયો છે.

આ સસ્પેન્શન ૨૪મી જૂનથી લાગૂ થશે. આથી મોટી સંખ્યામાં ભારતીય આઇટી પ્રોફેશનલને અસર થવાની સંભાવના છે. હવે તેમણે સ્ટેમ્પિંગથી પહેલાં કમ સે કમ અંત સુધી રાહ જોવી પડશે. આ મોટી સંખ્યામાં ભારતીય આઇટી પ્રોફેશનલ્સને અસર કરશે જે લોકો H-1B વીઝાને રિન્યૂ કરાવા માંગતા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી દુનિયાભરમાંથી અમેરિકામાં નોકરી કરવાનું સપનું જોનારા ૨.૪ લાખ લોકોને ધ્રાસકો લાગ્યો છે. આપને જણાવી દઇએ કે અમેરિકામાં કામ કરનાર કંપનીઓને વિદેશી કામદારોને મળનાર વીઝાને H-1B વીઝા કહે છે. આ વીઝાને એક નક્કી સમય માટે રજૂ કરાય છે.

(10:19 am IST)