Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

દેશના ચૂંટણી ઇતિહાસમાં પહેલીવાર કેન્દ્રમાં 10 વર્ષ માટે સત્તાથી બહાર થઇ ગઈ કોંગ્રેસ

ઇન્દિરા ગાંધીએ ઇમર્જન્સી લગાવ્યા બાદ 1977માં જનતા પાર્ટીએ સરકાર બનાવી હતી

નવી દિલ્હી :લોકસભા ચૂંટણી 2019નાં પરિણામોમાં ફરીવાર સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે કેન્દ્રમાં ભાજપ એકવાર ફરીથી પોતાની સરકાર બનાવતી જોવા મળી રહી છે આ અગાઉ દેશનાં 67 વર્ષનાં ચૂંટણી ઇતિહાસમાં આવું ક્યારે પણ નથી થયું. જ્યારે કોઇ બિન કોંગ્રેસી સરકારે પોતાનો કાર્યકાળ પુર્ણ કર્યા બાદ ફરી એકવાર સત્તામાં પુન:આગમન કર્યું હોય. દેશમાં 2019થી થઇને 17 ચૂંટણીઓ થઇ છે

દેશના ચૂંટણી ઇતિહાસમાં પહેલીવાર થવા જઇ રહ્યું છે કે કોંગ્રેસ કેન્દ્રની સત્તાથી 10 વર્ષ માટે બહાર થશે. 1952માં દેશમાં પહેલીવાર ચૂંટણી થઇ. ત્યાર બાદ 1972 સુધી સતત કોંગ્રેસ જ સત્તામાં રહી હતી. ઇદિરા ગાંધીએ જ્યારે દેશમાં ઇમરજન્સી લગાવી અને ત્યાર બાદ 1977માં ચૂંટણી તઇ તો જનતા પાર્ટીએ સરકાર બનાવી હતી.

(7:16 pm IST)