Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

મહાગઠબંધન ઉંધા માથે પછડાયું

મોદીની 'સુનામી'માં ભાજપે ટ્રેન્ડમાં ૨૦૧૪નો રેકોર્ડ તોડયોઃ ૨૯૨ ઉપર આગળ

નવી દિલ્હી, તા. ૨૩ :. લોકસભાની ચૂંટણીમાં મોદી કે પછી શાહે 'અબ કી બાર ૩૦૦ પાર'નો નારો આપ્યો તો ઘણાને તે અતિશ્યોકિત ભર્યો લાગતો હતો પણ ચૂંટણી પરિણામોમાં એ સાચો લાગી રહ્યો છે. આ લખાય છે ત્યારે ભાજપ ૨૯૪ બેઠક પર આગળ ચાલે છે. જો આ આંકડો વિજયમાં તબદીલ થાય તો ભાજપ ૨૦૧૪ના પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનો રેકોર્ડ તોડી નાખશે. તે વખતે ભાજપને ૨૮૨ બેઠકો મળી હતી.

મળતા ટ્રેન્ડ મુજબ કોંગ્રેસ ૫૧ બેઠકો પર આગળ ચાલે છે એટલુ જ નહિ સપા-બસપા મહાગઠબંધન પણ ઉંધા માથે પછડાયો છે. યુપીમાં ભાજપ ૫૭ બેઠક પર આગળ છે. કોંગ્રેસ માટે ટ્રેન્ડ ચિંતાજનક છે કારણ કે તેના અધ્યક્ષ રાહુલ અમેઠીથી પાછળ ચાલી રહ્યા છે.

(4:42 pm IST)