Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

નરેન્દ્રભાઇની સભાઓ થઇ ત્યાં ભાજપનો વિજય : રાહુલ ગાંધીની સભાથી સફળતા ન મળી

રાજકોટ, તા. ર૩ : લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છની ૮ લોકસભા અને ૩ વિધાનસભા બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે.

ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની જામનગર, અમરેલી, જુનાગઢ, કચ્છમાં જાહેરસભા યોજાઇ હતી. જયાં ભાજપનો ઝળહળતો વિજય થયો છે.

જયારે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની જુનાગઢના વંથલી, કચ્છ અને સુરેન્દ્રનગરમાં જાહેરસભા યોજાઇ હતી, પરંતુ કોંગ્રેસના ઉમેદવારોને સફળતા મળી ન હતી.

(4:19 pm IST)