Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ગોવામાં ભાજપને મોટો ફટકો :મનોહર પરિકરની પણજી સીટ પરથી પેટા-ચૂંટણીમાં થયો પરાજય

કોંગ્રેસના ઉમેદવાર એન્ટાનાસિયો મોનસેરાટ્ટેએ 1775 વોટથી વિજય મેળવ્યો

લોકસભાની ચૂંટણીના પરિણામમાં ભાજપનું શાનદાર પ્રદર્શન થયું છે ત્યારે ગોવામાં ભાજપને મોટો ફટકો પડ્યો છે ભાજપ ગોવાની વિધાનસભાની પણજી સીટ ઉપર પેટા ચૂંટણી હારી ગઈ છે. પણજી સીટ ગોવાના દિવંગત મુખ્યમંત્રી મનોહર પરિકરના નિધન પછી ખાલી પડી હતી.

   કોંગ્રેસના ઉમેદવાર એન્ટાનાસિયો મોનસેરાટ્ટેએ પણજી સીટ પર 1775 વોટથી જીત મેળવી છે. બીજેપીએ આ સીટ ઉપર દિવંગત મુખ્યમંત્રીના પુત્ર ઉત્પલને ટિકિટ આપવાના બદલે પૂર્વ ધારાસભ્ચ સિદ્ધાર્થ કૂનકોલિનકરને મેદાનમાં ઉતાર્યા હતા. જેનો કોંગ્રેસના ઉમેદવાર સામે પરાજય થયો છે.

(2:55 pm IST)