Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

૫ નવા લોગોમાંથી ૧ થશે પસંદ

નવી સરકારની સાથે નવા રૂપમાં દેખાશે દૂરદર્શન

નવી દિલ્હી તા. ૨૩ : ટૂંક સમયમાં જ સરકારી સમાચાર ચેનલ દૂરદર્શન નવા લોગો સાથે જોવા મળશે. એના માટે જૂદા જૂદા ૫ લોગોની ડિઝાઈન પસંદ કરવામાં આવી છે. આ પાંચમાંથી જ કોઈ એક લોગોનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી પરિણામો પછી નવો લોગો જાહેર કરવામાં આવશે. દૂરદર્શન માટે લોગો તૈયાર કરવાની સ્પર્ધા વર્ષ ૨૦૧૭માં શરૂ કરવામાં આવી હતી ત્યારે આ સ્પર્ધાના પરિણામના ભાગરૂપે ગત ૨૦ મે ના રોજ આ પાંચ લોગો જાહેર કરવામાં આવ્યાં.

પ્રસાર ભારતી તરફથી જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે એ તમામ પ્રતિભાશાળી સ્પર્ધકોનું સમ્માન કરીએ છીએ જેમણે દૂરદર્શનની આ લોગો હરીફાઈમાં ભાગ લીધો. ૨૩ જૂલાઈ ૨૦૧૭થી શરૂ થયેલી આ સ્પર્ધા ૨૦ ઓગસ્ટ ૨૦૧૭ સુધી ચાલી હતી.

એક અધિકારિક નિવેદન અનુસાર, દૂરદર્શનને નવા લોગોની ડિઝાઈનને લઈને ચાલી લાંબી પ્રક્રિયા પછી ૧૦ હજાર ડિઝાઈનો મળી હતી. જેમાંથી ૫ લોગોને પસંદ કરવામાં આવ્યાં છે. તમામ પાંચ લોગોની ડિઝાઈન તૈયાર કરનારા સ્પર્ધકોને એક લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

પ્રસાર ભારતીના જણાવ્યા અનુસાર એ તમામ લોકોને અભિનંદન કે જેમણે નવી આશાઓ અને જૂની યાદો સાથે દૂરદર્શન માટે નવા લોગો તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો. આ સ્પર્ધાને મળેલી પ્રતિક્રિયાથી જયૂરીની ટીમ પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. જયૂરી માટે ૧૦ હજાર લોગોની ડિઝાઈનમાંથી કોઈ પણ એક ડિઝાઈન પસંદ કરવી ખરેખર ઘણુ મુશ્કેલ કામ હતું, જેથી પ્રસાર ભારતીએ એકની જગ્યાએ પાંચ લોગોની ડિઝાઈન પસંદ કરી છે.

તો બીજી તરફ દૂરદર્શનના આ લોગોથી જાહેર જનતા સહમત નથી. લોકો ઈચ્છે છે કે, પ્રસાર ભારતી જૂના લોગોને જ મોડીફાઈ કરીને નવું રૂપ આપે. મીડિયા રિપોર્ટ અનુસાર, નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ડિઝાઈનના પૂર્વ વિદ્યાર્થી દેવાશિષ ભટ્ટાચાર્ય દૂરદર્શનનો હાલ જે લોગો છે તે ડિઝાઈન કર્યો હતો. તેમની ડિઝાઈનમાં બે રાઉન્ડ હતાં. આ યિન એન્ડ યાંગથી પ્રેરિત હતો.(૨૧.૪)

વિજેતાઓ    ઈનામની રકમ

સનીશ સુકેશન ૧,૦૦,૦૦૦

તેજેશ સુધીર   ૧,૦૦,૦૦૦

આનંદ ચિરાઈલ        ૧,૦૦,૦૦૦

નિખિલ લાંગે  ૧,૦૦,૦૦૦

(9:30 am IST)