Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

VVPAT મશીનમાં નીકળ્યો સાપઃ અફરાતફરી

અધિકારીઓ સાથે મતદાતાઓ પણ ભાગ્યાઃ મતદાન અટકયું

કન્નૂરઃ લોકસભા ચૂંટણીના ત્રીજા તબકકા માટે આજે કન્નૂરના એક મતદાન કેન્દ્ર પર ત્યારે અફરાતફરી મચી ગઈ જયારે વીવીપેટ મશીનમાં અચાકન સાપ આવી ગયો. સાપ કાઢવાને લીધે થોડા સમય માટે મતદાન અટકાવવું પડ્યું હતું.

ઙ્ગમય્યિલ કંડક્કાઈમાં એક મકદાન કેન્દ્ર પર વીવીપેટ મશીનમાંથી એક નાનો સાંપ બહાર આવ્યો જેને જોઈને અધિકારી અને મતદાતા ગભરાઈ ગયા હતા. જોકે સાપને ત્યાંથી તરત જ દૂર કરવામં આવ્યો અને મતદાન કેન્દ્ર પર થોડા સમય માટે મતદાન બંધ રહ્યા પછી ફરી શરૃ થયું હતું. કન્નૂર મતદાન ક્ષેત્રમાં સાંસદ પીકે શ્રીમતી (માકપા- એલડીએફ), કે સૂરેન્દ્રન (કોંગ્રેસ- યૂડીએફ) અને સીકે પદ્મનાભન (ભાજપ- રાજગ) ચૂંટણી મેદાનમાં છે.

(7:24 pm IST)