Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

કેન્દ્રીયમંત્રી મહેશ શર્માને હનીટ્રેપમાં ફસાવવા કોશિશના આરોપમાં છોકરીની ધરપકડ

કથિત રીતે હનીટ્રેપ દ્વારા બે કરોડની બ્લેકમેલિંગનો પ્રયાસ :ગેંગમાં પાંચથી છ લોકો સામેલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી મહેશ શર્માને હનીટ્રેપમાં ફસાવવાની કોશિશના આરોપમાં એક છોકરીની ધરપકડ કરી લેવામાં આવી છે. શર્માએ મામલા અંગે ફરિયાદ કરી છે, જે બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. મહેશ શર્માની કથિત રીતે હનીટ્રેપ દ્વારા બે કરોડની બ્લેકમેલિંગની કોશિશ કરવામાં આવી. મહેશ શર્માએ સેક્ટર 20 પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

  જણાવવામાં આવ્યું છે કે છોકરી પોતાની પાસે કોઈ રેકોર્ડિં હોવાની વાત કહેતાં મહેશ શર્મા પાસેથી 2 કરોડની માંગણી કરી રહી હતી. છોકરીએ એક પત્ર આપી કેન્દ્રીય મંત્રી મહેશ શર્મા પાસેથી રૂપિયા માંગ્યા હતા. આ મામલાની જાણકારી મહેશ શર્માએ ગૌતમબુદ્ધ નગરના એસએસપીને આપી. જે બાદ મામલો સામે આવ્યો.

હનીટ્રેપ કરતી આ ગેંગમાં પાંચથી છ લોકો સામેલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મંત્રી પાસેથી પૈસા માંગનાર છોકરી અને ગેંગના અન્ય લોકો મીડિયા સાથે જોડાયેલા હોવાની વાત પણ સામે આવી છે.

(12:41 pm IST)