Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

સમગ્ર દેશમાં કર્ફ્યુ બાદ શ્રીલંકામાં કટોકટી લાગુ : બસ સ્ટેન્ડ પાસે 87 વિસ્ફોટક મળ્યા

આતંકવડને કાબુમાં લેવા નિર્ણંય : અભિવ્યક્તિની સ્વતંત્રતા પર કોઈ અસર થશે નહીં.

શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં મૃત્યાંક 290ને પાર થયો છે ઘાયલોની સંખ્યા 500 એ પહોંચી છે, ગઈકાલથી સમગ્ર દેશમાં લાગુ કરાયેલા કર્ફ્યુ બાદ હવે આજે રાતથી સમગ્ર દેશમાં કટોકટી લાગુ કરવા શ્રીલંકાની સરકારે જાહેરાત કરી છે  

   રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાની અધ્યક્ષતામાં મળેલી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (NSC)ની બેઠકમાં દેશમાં કટોકટી લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. રાષ્ટ્રપતિના મીડિયા વિભાગ તરફથી જાહેરાત કરાઈ છે કે, દેશમાં આજે અડધી રાતથી કેટલીક શરતો સાથેનીકટોકટી લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. આતંકવાદને કાબુમાં લેવા માટે આ નિર્ણય લેવાયો છે, તેનાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર કોઈ અસર થશે નહીં. 

(12:00 am IST)