Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

તાતા સન્સના ડિવિઝન તરીકે ટીસીએસની થયેલી સ્થાપના

૧૯૬૯માં સ્થાપના : માત્ર ચાર સીઈઓ આવ્યા :હાલમાં ચાર લાખ કર્મચારી : ૩૫ ટકા મહિલા કર્મીઓ

નવીદિલ્હી,તા.૨૩ : ટીસીએસ હવે વિશ્વની ૧૦૦ મોસ્ટ વેલ્યુડ કંપનીઓમાં સામેલ થઇ ગઇ છે. હાલમાં તે ૯૭માં ક્રમાંકે છે. સૌથી વધારે માર્કેટ મૂડીમાં જોવામાં આવે તો એપલ ૮૭૭ અબજ ડોલરની માર્કેટ મૂડી ધરાવે છે. ત્યારબાદ આલ્ફાબેટ, એમેઝોન, માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓ રહેલી છે. ટીસીએસ ભારતમાં તાતા ગ્રુપની ફ્લેગશીપ કંપની પૈકીની એક કંપની છે. ભારતના સૌથી મોટી ખાનગી સેક્ટરની કંપની પણ બની ચુકી છે. આ કંપનીમાં ચાર લાખ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. ૪૬ દેશોમાં તેનો ફેલાવો છે. આ કંપનીમાં ૩૫.૩ ટકા મહિલા કર્મચારીઓ કામ કરી રહી છે. તેના વર્કફોર્સમાં ખુબ જ પ્રસંશનીય ઝેન્ડર રેસિયોની સ્થિતિ આ કંપની ધરાવે છે. કંપનીના સીઈઓ રાજેશ ગોપીનાથનને એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, ટીસીએસે એક પછી એક વિશ્વસનીય પગલા લઇને આ સિદ્ધિ હાસલ કરી છે. ૧૯૬૯માં સ્થાપિત કરવામાં આવેલી ટીસીએસ તેના ગોલ્ડન જ્યુબિલી યરની ઉજવણી કરી રહી છે. ટીસીએસમાં હજુ સુધી માત્ર ચાર જ સીઈઓ આવ્યા છે જેમાં ૧૯૬૯થી લઇને ૧૯૯૬ સુધી પ્રથમ સીઈઓ એફસી કોહલી રહ્યા હતા. તાતા સન્સના ડિવિઝન તરીકે તેની શરૂઆત કરી હતી.

ટોપ ટેન માર્કેટ કેપ......

એપલની માર્કેટ કેપ વિશ્વમાં સૌથી વધુ

         નવીદિલ્હી, તા. ૨૩ : સૌથી વધારે માર્કેટ મૂડી ધરાવતી કંપનીઓની વાત કરવામાં આવે તો ટીસીએસ પણ ટોપ ૧૦૦માં સામેલ થઇ ગઇ છે. ટીસીએસ દુનિયાની ૬૪મી એવી કંપની છે જેની માર્કેટ કેપ ૧૦૦ અબજ ડોલરથી વધારે છે. બિલિયન ડોલર ક્લબમાં સૌથી વધારે માર્કેટ મૂડી ધરાવતી કંપનીઓ નીચે મુજબ છે.

કંપની............................ માર્કેટ કેપ (અબજ ડોલરમાં)

એપલ............................................................ ૮૭૭

આલ્ફાબેટ....................................................... ૭૫૭

એમેઝોન........................................................ ૭૫૫

માઇક્રોસોફ્ટ.................................................... ૭૪૦

બર્કશાયર હેથવે.............................................. ૪૯૪

ટેન્સેન્ટ હોલ્ડિંગ............................................... ૪૯૨

ફેસબુક........................................................... ૪૮૭

એલીબાબા...................................................... ૪૬૫

જેપી મોર્ગન................................................... ૩૮૧

જે એન્ડ જે...................................................... ૩૪૨

નેટફ્લિક્સ...................................................... ૧૪૨

આઈબીએન.................................................... ૧૩૩

ટીસીએસ પ્રોફાઇલ.....

૫૦ વર્ષ પહેલા સ્થાપના થઇ

         નવીદિલ્હી, તા. ૨૩ : તાતા કન્સલ્ટન્સી સર્વિસ સૌથી વધારે માર્કેટ મૂડી ધરાવતી ભારતીય કંપની બની ગઈ છે. ટીસીએસ પ્રોફાઇલ નીચે મુજબ છે.

પ્રકાર............................................................. જાહેર

કારોબાર.................................. બીએસઈ, એનએસઈ

ઇન્ડસ્ટ્રી............................................. આઈટી સર્વિસ

સ્થાપના............................. ૧૯૬૮ (૫૦ વર્ષ પહેલા)

સ્થાપક....................... જેઆરડી તાતા, એફસી કોહલી

હેડક્વાર્ટર........................................ મુંબઈ, મહારાષ્ટ્ર

સર્વિસ વિસ્તાર.................................. સમગ્ર દુનિયા

ચાવીરૂપ લોકોમાં....... નટરાજન, ચંદ્રશેખરન (ચેરમેન)

સીઈઓ-એમડી............................ રાજેશ ગોપીનાથન

રેવન્યુ..................................... ૧૯.૦૮ અબજ ડોલર

ઓપરેટિંગ ઇન્કમ........................ ૪.૭૩ અબજ ડોલર

કર્મચારીઓ...................................૩૯૪૯૯૮

(7:42 pm IST)