Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

દેશમાં ઊંટડીના દૂધના વેચાણમાં તોતિંગ વધારોઃ આવકમાં ત્રણ ગણો વધારો

નવી દિલ્હી તા. ૨૩ : દેશભરમાં વધતી જતી માંગને કારણે ઊંટણીના દૂધના વેચાણમાં તોતિંગ વધારો થયો છે વર્ષ ૨૦૧૩-૧૪થી કાચા અને જીવાણુરહિત ઊંટનું દૂધનું વેચાણ અનુક્રમે ૭૯ ટકા અને ૧૧૧ ટકા વધ્યું છે. ઊંટનું દૂધ ઘણા રોગોના ઉપચારમાં કામ કરે છે.

બિકાનેર સ્થિત નેશનલ કેમલ સંશોધન કેન્દ્ર (NRCC )ના આંકડા મુજબ કાચા દૂધનું વેચાણ વર્ષ ૨૦૧૩-૧૪માંઙ્ગ ૫,૦૮૮ લિટરથી ૭૯,૨૩ ટકા વધીને ૨૦૧૭-૧૮ માં ૯,૧૨૪ લીટર થયું છે જયારે , જીવાણુરહિત દૂધ વેચાણ ૨૦૧૩-૧૪માં ૧,૧૪૫ લિટર થી વધીને ૨૦૧૭-૧૮ માં ૨.૧૪૫ લિટર થયું છે જેમાં ૧૧૧.૪૪ ટકા વધારો થયો હતો.

વર્ષ ૨૦૧૭-૧૮માં ઊંટના દૂધના વેચાણથી આવક ૧૧.૯૮ લાખ હતી, જે ૨૦૧૩-૧૪માં ૩.૩૭ લાખ હતી તેમ એનઆરસીસી ડિરેકટર વી પાટીલે કહ્યું.

(3:55 pm IST)