Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા ભારતીય સેનાને ફ્રી હેન્ડઃ રાજનાથસિંહ

દેશને હિન્દુ - મુસ્લિમમાં વિભાજીત નહિ થવા દેવા અપીલઃ સામેથી ફાયરીંગ નહિ કરીએઃ પાકિસ્તાન ઊંબાડિયુ કરશે તો જ વળતો જવાબ...

નવી દિલ્હી તા. ૨૩ : કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે, પાકિસ્તાન સામે આપણી સેના જોરદાર કાર્યવાહી કરી રહી છે. પટણામાં વીર કુંવરસિંહની ૧૬૦મી જયંતિ પર તેમને આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે,સરકારે સેનાને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે છૂટ આપી છે. પાકિસ્તાન પર આરોપ લગાવતા રાજનાથ સિંહે કહ્યું કે પાક. દ્વારા સતત સિઝફાયરનું ઉલ્લંધન કરે છે.

આ સિવાય આતંકવાદી પ્રવૃતિઓ પણ કરે છે. આ તમામ મોરચે ભારતની સેના પાકિસ્તાન જોરદાર જવાબ આપી રહી છે અને આમને આમ ચાલુ રહેશે તો પાકિસ્તાન જલ્દી રોડ પર આવી જશે.

રવિવારે પટણામાં ગૃહમંત્રીએ કહ્યું કે, દેશને હિન્દુ અને મુસ્લિમમાં વિભાજીત કરવો જોઈએ નહીં. જો ચંદ્રશેખર આઝાદ અને ભગત સિંહએ દેશની આઝાદી માટે કુરબાની આપી છે તો અશફાકુલ્લાહ ખાન પણ ભારતની આઝાદી માટે પોતાનો જીવ ત્યાગ કર્યો છે. ગૃહમંત્રીએ ૧૮૫૭ની ક્રાંતિકારી ચડવડમાં સ્વતંત્રતા સેનાની વીર કુંવર સિંહના ૧૬૦માં વિજય દિવસના આયોજનના અવસર પર બિહારમાં પટણા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓ સંબોધન કરી રહ્યા હતા. આ સિવાય તેમણે કહ્યું કે સેનાને પણ આદેશ આપ્યો છે કે પાકિસ્તાન તરફથી ફાયરિંગ થાય તો જ ભારત જવાબ આપશે. પરંતુ આપણે સામેથી ફાયરિંગ કરીશું નહીં. આમ રાજનાથસિંહે આતંકવાદ અને નકસલવાદ મોરચે સેના લડી લેવા સક્ષમ હોવાની પણ વાત કરી હતી.(૨૧.૬)

 

(1:00 pm IST)