Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ભાજપ લોકસભા ચૂંટણીમાં આ વખતે યુપી સહિત દેશભરમાંથી પ૦% સાંસદોને રીપીટ નહી કરે

એકલા યુપીમાં ૩પ સાંસદોની ટિકીટ કપાઇ જશેઃ તૈયારીઓ શરૂ...: ડો. મુરલી મનોહર જોષી-કલરાજ મીશ્રા જેવા વૃધ્ધ નેતાઓને સાઇડ લાઇન કરી દેશે

લખનૌ તા. ર૩ :.. ભાજપે આગામી લોકસભા ચૂંટણીની લડાઇને દિલચસ્પ અને દમદાર બનાવવા માટે અસફળ રહેલ લગભગ પ૦ ટકા સાંસદોની ટીકીટ (ઉમેદવારી) કાપવાનો નિર્ણય લીધાનું બહાર આવ્યું છે, અને રાજયોમાં રહેલી પોતાની સરકારના કેટલાક મંત્રીઓને ચુંટણી લડવા અંગે નિર્દેશ આપી દિધો છે.

ભાજપની એવી કૌશીશ છે કે આવા નવા ચહેરાઓ કે જેઓ પ્રદેશ અને જાતીય સમીકરણોમાં ભાજપ જે ઇચ્છે છે તેમાં ફીટ બેસે છે, તેવાને મેદાનમાં ઉતારી પ્રદેશના રાજકીય સમીકરણોમાં વિપક્ષોને પછડાટ આપવાની છે.યુપીમાં ૩પ થી વધુ સીટીંગ એમપીની ટીકીટ કપાવાની શકયતા છે, નિર્દેશ મુજબ વરિષ્ઠ નેતા ડો. મુરલી મનોહર જોષી, કલરાજ મીશ્રા સહિત અન્ય કેટલાક વયોવૃધ્ધ   સાંસદોને ચૂંટણીની ટીકીટને બદલે બીજી જવાબદારી સોંપી શકાય તેમ છે.

તો કેટલાક સાંસદોની નિષ્ક્રીયતા-ખરાબ ચીત્રને કારણે ટીકીટ કપાઇ શકે છે.

સપા-બસપાના જોડાણ બાદ ભાજપે મોટા નેતાઓ-ફિલ્મ અને સ્પોર્ટસ ક્ષેત્રના વિખ્યાત લોકોને ચૂંટણી ટિકીટ આપી મેદાનમાં ઉતારવાનું નકકી કરી લીધાનું પણ બહાર આવ્યું છે. (પ-૬)

(11:56 am IST)