Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

આફ્રિકામાં ઈડાઈ વાવાઝોડાએ વિનાશ વેર્યા બાદ મહામારીથી 5 લાખ લોકો પર મોતનો ખતરો:તબાહીની ભયાવહ તસવીરો

અત્યાર સુધી 1,000થી વધુ લોકોનાં મોત:શુદ્ધ પાણીના ફાંફા :સેનિટરી સિસ્ટમ ખોરવાઈ : પ્રદુષિત પાણીથી રોગચાળો :મલાવીમાં 1 કરોડ લોકો અસરગ્રસ્ત

 

નવી દિલ્હી ;આફ્રિકાના દેશોમાં ઈડાઈ વાવાઝોડાએ વિનાશ વેર્યો છે આફ્રિકાના ત્રણ દેશો મોઝામ્બિક, ઝીમ્બાબ્વે અને મલાવીમાં ત્રાટકેલું ઇદાઇ વાવાઝોડાંની હજુ ગંભીર અસર જોવાઈ છે મોઝામ્બિકના રેસ્ક્યૂ વર્કર્સે અહીં કોલેરા, મરડો અને મલેરિયા જેવા રોગ ફાટી નિકળવાની ચિંતા વ્યક્ત કરી છે

    મોઝામ્બિકના પ્રેસિડન્ટે કહ્યું હતું કે, વાવાઝોડાંમાં અત્યાર સુધી 1,000થી વધુ લોકોનાં મોત થયા છે. મોઝામ્બિકના પોર્ટ સિટી બેરામાં 14 માર્ચે ત્રાટકેલાં વાવાઝોડાંમાં 500,000થી વધુ લોકોને જોખમ છે.

   ઝિમ્બાબ્વેમાં 360 લોકોનાં મોત થયા હતા. ત્રણેય દેશોના 2.6 કરોડ લોકો પ્રભાવિત થયા છે. ઇદાઇ વાવાઝોડાંમાં મકાનો, શાળા અને મેડિકલ સેન્ટર્સ પણ નષ્ટ થયા છે અતિશય વરસાદના કારણે પૂર આવ્યું છે જેના કારણે ખેતીને નુસકાન થયું છે. હેલ્થ સર્વિસ અને ક્લિનિક્સ નષ્ટ થયા છે અને વોટર સપ્લાય પણ બંધ થઇ ગયું છે.

   વાવાઝોડાંથી સૌથી વધુ નુકસાન મોઝામ્બિકના પોર્ટ સિટી બેરામાં થયું છે. અહીં મૃત્યુઆંક દિવસેને દિવસે વધી રહ્યો છે. યુનાઇટેડ નેશન્સના જણાવ્યા મુજબ બેરામાં આગામી ત્રણ દિવસ સુધીનું શુદ્ધ પાણી બચ્યું છે. એક્સ-મિલિટરી વોલેન્ટિયર્સ, ટ્રેઇન્ડ અને અનુભવી રેસ્ક્યૂ ટીમ  મોઝામ્બિક પહોંચશે. યુકેની રુબિકોન ટીમ મુજબ તેઓ હાલ લોકો સુધી જીવનજરૂરી ચીજવસ્તુઓ અને પાણી પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે. ઘણી કોમ્યુનિટી હજુ પણ સંપર્ક વિહોણી છે.

   રેસ્ક્યૂ અને મેડિકલ રેસ્ક્યૂ વર્કર્સના જણાવ્યા અનુસાર, લોકો જે પાણીનો સંગ્રહ કરી રહ્યા છે તેમાં કાટમાળ, કચરો અને મૃતદેહોવાળું છે. પાણીનું સ્તર ઓછું થતાં હવે મૃતદેહો તરતાં સ્પષ્ટ જોઇ શકાય છે.

   એક વર્કરના જણાવ્યા અનુસાર, પૂરના કારણે શૌચાલયો પણ ધોવાઇ ગયા છે, સેનિટર સિસ્ટમ ખોરવાઇ ગઇ છે. જેના કારણે પાણી વધુ પ્રદૂષિત થઇ રહ્યું છે. લોકો પાણી પી રહ્યા છે તેથી હવે અહીં કોલેરા, મરડો અને ટાઇફોઇડ જેવા રોગ ફેલાવાની શક્યતાઓ વધી રહી છે. બેરા સિટીનું 90 ટકા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નષ્ટ થઇ ગયું છે. વળી, મુખ્ય રસ્તાઓ અને બ્રિજ પડી ભાંગવાના કારણે હજુ પણ ફસાયેલા લોકો સુધી પહોંચી શકાયું નથી.

    ઝિમ્બાબ્વેના ઇસ્ટર્ન પ્રોવિઅન્સ મેનિકાલેન્ડમાં ચેરિટી વર્કર્સે જરૂરિયાવાળા વિસ્તારોમાં શુદ્ધ પાણીના પેકેટ્સ, હાઇજિન અને સેનિટેશન સપ્લાય પહોંચાડવાની શરૂઆત કરી દીધી છે. ચીમાનીમની ટાઉનમાં રોડ તૂટી જવાના કારણે હજુ પણ ત્યાં લોકો સુધી પહોંચી શકાયું નથી. અહીં વીજળી નહીં હોવાથી હોસ્પિટલો પાસે બેક-અપ જનરેટર માટે ફ્યૂઅલની તંગી ઉભી થઇ છે.

   ચીમાનીમની અને ચીપિન્ગમાં હાલ મેલેરિયા ઝોનમાં આવી ગયા છે કારણ કે, મકાનો નહીં હોવાના કારણે લોકો ખુલ્લાંમાં સૂઇ રહ્યા છે. તેઓની પાસે પીવાનું પાણી સુદ્ધાં નથી બચ્યું. વળી, વાવાઝોડાં બાદ ગરમીનો પારો પણ વધી રહ્યો છે. તેથી અહીં મૃત્યુઆંક વધે તેવી શક્યતાઓ છે.

    પૂરના કારણે મલાવીમાં 1 કરોડ લોકો અસરગ્રસ્ત છે. અહીં પણ રોગચાળો ફાટી નિકળવાની શક્યતાઓના પગલે મલાવીથી થોડે દૂરના વિસ્તારમાં 170 કેમ્પ તૈયાર કરવામાં આવ્યા છે અને 1 લાખ 25,000 લોકોને ત્યાં ખસેડવામાં આવ્યા છે.

(12:59 am IST)