Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ભોપાલમાં કોંગ્રેસના દિગ્વિજયસિંહ વિરુદ્ધ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ચૂંટણીમાં મુકાબલો કરવા ઇચ્છુક : ભાજપ પાસે માંગી ટિકિટ

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કહ્યું દેશના દુશ્મનો વિરુદ્ધ સંઘર્ષ કરવા હંમેશા તૈયાર છુ

 

મધ્યપ્રદેશના ભોપાલમાં કોંગ્રેસના દિગ્વિજયસિંહ અને સાધ્વી પ્રજ્ઞા ઠાકુર વચ્ચે ચૂંટણીજંગ જામે તેવી શકયતા છે કોંગ્રેસ દ્વારા દિગ્વિજય સિંહને ઉમેદવાર બનાવવામાં આવ્યા બાદ તુરંત સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે તેમના પર હુમલો કર્યો છે તેમણે કહ્યું કે, દિગ્વિજય સિંહ દેશના દુશ્મને છે. સાધ્વીએ તેમની વિરુદ્ધ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે.

    ભોપાલમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે, બીજેપી મારી વિચારધારાની પાર્ટી છે અને રાજનીતિમાં આવવાનો સાચો સમય છે. રાષ્ટ્રવાદને લઈ હું જન-જન સુધી પહોંચીશ. પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે, હું દેશના દુશ્મનોને ખુલ્લો પડકાર આપુ છુ અને દેશના દુશ્મનો વિરુદ્ધ સંઘર્ષ કરવા હંમેશા તૈયાર છું. મારા જેવા રાષ્ટ્રભક્ત દેશના દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે.
     અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ ભોપાલ સીટ પરથી પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને મેદાનમાં ઉતારશે. મુખ્યમંત્રી કમલનાથે જાહેર કર્યું કે, ભોપાલ સીટથી દિગ્વિજય સિંહ કોંગ્રેસના ઉમેદવાર હશે. શનિવારે ભોપાલમાં કમલનાથે કહ્યું કે, કેન્દ્રીય ચૂંટણી સમિતીએ દિગ્વિજય સિંહનું નામ ભોપાલ માટે ફાઈનલ કર્યું

  મહારાષ્ટ્રના માલેગાંવ બન બ્લાસ્ટ કેસમાં આરોપી બનાવ્યા બાદ ચર્ચામાં આવેલા સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પોતાના નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહે છે. જોકે, તે કેસમાં નિર્દોષ સાબિત થયા બાદ તેમને જેલ મુક્ત કરી દેવામાં આવ્યા હતા. સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પોતાના તીખા નિવેદનોથી હંમેશા કોંગ્રેસને નિશાના પર લેતા રહ્યા છે.


તે મધ્ય પ્રદેશના ભિંડ જીલ્લાના રહેવાસી છે. ભોપાલમાં આરએસએસ અને ABVP સાથે જોડાયેલા રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષથી ભોપાલમાં સારવાર ચાલી રહી છે. માલેગાંવ બ્લાસ્ટમાં ઉપયોગ કરવામાં આવેલી બાઈક વિશે દાવો કરવામાં આવ્યો હતો કે, તે તેમની બાઈક હતી

(12:31 am IST)