Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ગુજરાતના 15 સહીત ભાજપના 46 ઉમેદવારોની યાદી જાહેર : અમદાવાદ પશ્ચિમ કિરીટ સોલંકી, જામનગરથી પૂનમબેન માડમ,રાજકોટમાં મોહન કુંડારીયા ,અમરેલીમાં નારણભાઈને ટિકિટ : પોરબંદર અને જૂનાગઢ બેઠકમાં નામ જાહેર નહિ થતા અનેકવિધ ચર્ચા

ભાજપની કેન્દ્રીય બેઠક બાદ જેપી નડ્ડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપાણ ઉમેદવારોની યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતના 15 સહીત 46 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે

ગુજરાતના ઉમેદવારમાં  વિનોદ ચાવડા - કચ્છ, દિપ સિંહ રાઠોડ - સાબરકાંઠા અમદાવાદ પશ્ચિમ - કિરીટ સોલંકી સુરેન્દ્રનગર - મહેન્દ્ર મુંજપરા રાજકોટ - મોહન કુંડારિયા  જામનગર - પૂનમબેન માડમ,અમરેલી - નારણભાઈ કછવાડીયા
ભાવનગર - ભારતીબેન શિયાળ ,ખેડા - દેવસિંહ ચૌહાણ,દાહોદ - જસવંત સિંહ ભાભોર,વડોદરા - રંજનબેન ભટ્ટ ભરુચ - મનસુખ ભાઈ વસાવા બારડોલી - પ્રભુભાઈ વસાવા,નવસારી - સીઆર પાટિલ,વલસાડ - કેસી પટેલ,ને ટિકિટ ફાળવી છે
     અત્રે ઉલ્લેખનીય છે કે,  ભાજપાએ બે દિવસ પહેલા જ લોકસભા ચૂંટણી માટે પ્રથમ 184 ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. જેમાં વારાણસીથી નરેન્દ્ર મોદી, ગાંધીનગરથી અમિત શાહ, લખનઉથી રાજનાથ સિંહ, નાગપુરથી નીતિન ગડકરી, અમેઠીથી સ્મૃતિ ઈરાની જ્યારે મથુરાથી હેમા માલિની સહિત 184 ઉમેદવારના નામની જાહેરાત કરી હતી.

આજે ગુજરાત લોકસભા ચૂંટણી માટેના ભાજપના 15 ઉમેદવારોના નામ જાહેર થયા છે તેમાં પોરબંદર અને જૂનાગઢ બેઠકના ઉમેદવારોના નામની જાહેરાત નહિ થતા તરેહ તરેહની ચર્ચા જાગી છે આજે 15 ઉમેદવારો જાહેર થયા છે જયારે આ અગાઉ ગાંધીનગર સીટ માટે ભાજપના અધ્યક્ષનું નામ જાહેર થઇ ચૂક્યું છે આમ કુલ 16 ઉમેદવારો જાહેર થયા છે

(12:07 am IST)