Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

આખરે સીરિયામાં શાંતિનો સુરજ ઉગ્યો :તમામ વિસ્તારો ISIS ના કબ્જામાંથી મુક્ત ;અમેરિકન આર્મીની જાહેરાત

છેલ્લા પાંચ વર્ષમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યો ;કરોડો બેઘર બન્યા ;પહેરેલ કપડે દેશ છોડવા મજબુર બન્યા

આખરે સીરિયા આઇએસઆઇએસના કબ્જામાંથી મુક્ત થયું છે છેલ્લા પાંચ વર્ષથી આંતકના ઓછાયા હેઠળ રહેલા સીરિયામાં અંતે શાંતિનો સુરજ ઉગ્યો છે

  , અમેરિકન આર્મીએ જાહેરાત કરી છે કે સીરિયાના તમામ વિસ્તારને ISISના કબજામાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં સીરિયાના લાખો લોકોએ જીવ ગુમાવ્યો છે, તો કરોડો લોકો બેઘર બન્યા છે, જેઓ પહેરેલા કપડાંએ દેશ છોડી બીજા દેશમાં આશરો લેવા મજબૂર થયા છે.

  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે સીરિયામાં ઇસ્લામિક સ્ટેટના અધિકાર ક્ષેત્રવાળા તમામ વિસ્તારોને મુક્ત કરાવી દીધા છે.

 અધિકારીઓએ જણાવ્યું કે, ગઠબંધન સેના અને સંગઠનના ફાઇટર્સની વચ્ચે જમીન સ્તરે નાની-મોટી લડાઇ ચાલુ છે. સીરિયાના બાઘોજમાં ISના અંતિમ ગઢ નષ્ટ થવાથી ઇસ્લામિક સ્ટેટ સંગઠનના સ્વઘોષિત ખલીફા શાસનનો અંત આવી જશે

(7:53 pm IST)