Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

કેરળમાં ભાજપ ઘણી સીટ પર મજબૂત રહે તેવા સંકેત

યુડીએફ અને એલડીએફની મુશ્કેલી વધી શકે : ૨૦૧૯ ચૂંટણીમાં ભાજપે કેરળ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું

તિરુવનંતનપુરમ, તા. ૨૩ : કેરળમાં ભારતીય જનતા પાર્ટી કેટલીક સીટો ઉપર યુડીએફ અને એલડીએફની મુશ્કેલી વધારી શકે છે. ૨૦૧૯માં ભાજપે જોરદાર તૈયારી પણ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ મજબૂત થઇ રહી છે. રાજ્યની છથી આઠ સીટો ઉપર રોમાંચક ટક્કર જોવા મળી શકે છે. અલપ્પુઝા અને કોટ્ટાયામ જેવી સીટો ઉપર ભાજપે મજબૂત ઉમેદવાર ઉતાર્યા છે જે એલડીએફ અને યુડીએફ છાવણીમાં ગાબડા પાડી શકે છે. આ સીટો ઉપર ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપની મત હિસ્સેદારી સરેરાશ સારી રહી હતી પરંતુ આ વખતે પાંચ જેટલી લોકસભા સીટ પર જોરદાર સ્પર્ધા થઇ શકે છે. ૨૦૧૬માં કેરળ વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ ભાજપે સારો દેખાવ કર્યો હતો. તત્કાલિન મુખ્યમંત્રી ઓમાન ચંડી દ્વારા ખુલ્લીરીતે કબૂલાત કરવામાં આવી હતી કે, ભારતીય જનતા પાર્ટી એક મજબૂત હરીફ તરીકે છે. ત્યારબાદ એલડીએફના નેતાઓએ કહ્યું હતું કે, ચંડી ભાજપને બિનજરૂરીરીતે પ્રાથમિકતા આપી રહ્યા છે. આ વખતે પણ એમ માનવામાં આવી રહ્યું છે કે, કોલ્લામ, ઇર્નાકુલમ, કુન્નુરમાં સ્થિતિ જોરદાર રહેશે.

(7:20 pm IST)