Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

૨૦૧૯ની ચૂંટણીમાં ૨.૧ કરોડ મહિલાઓ મત આપી નહીં શકે

એક અહેવાલ મુજબ મતદાર યાદીમાંથી મોટી સંખ્યામાં મહિલાઓના નામ ગાયબ

નવી દિલ્હી તા. ૨૩ : લોકસભા ચૂંટણી ૨૦૧૯માં અનેક રેકોર્ડ બનાવામાં આવ્યા છે. ઇતિહાસમાં પ્રથમ વાર મહિલા મતદાતાઓની સંખ્યા પુરૂષોથી વધૂ છે. જોકે યોગ્ય ત્યારે રહેશે જયારે દરેક મહિલાઓ મતદાન કરી શકે.પરંતુ મતદાતા યાદીમાં મોટી સંખ્યામાં મહિલાઓના નામ જ હાજર નથી.

રિપોર્ટના જણાવ્યા મૂજબ,૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડા મુજબ, ભારતમાં ૨૦૧૯ સુધી ૧૮ વર્ષથી વધુ ઉંમર વાળી મહિલાઓની સંખ્યા ૪૫.૧ કરોડ થવી જોઈએ.  જોકે મતદાતા યાદીમાં મહિલાઓંની સંખ્યા ૪૩ કરોડ જ છે. એટલેકે મતદાન યાદીમાંથી ૨.૧ કરોડ મહિલાઓના નામ ગાયબ છે.

તેનો અર્થ એ છે કે પ્રત્યેક લોકસભા નિર્વાચન ક્ષેત્રથી અંદાજે ૩૦ હજાર મહિલાઓનું નામ નથી. બીજી બાજુ ઉત્તરપ્રદેશ જેવા મોટા રાજયના લોકો નક્કી કરે છે કયો પક્ષ ચૂંટણી જીતેશે અને કયો નહી. ત્યાં પણ અંદાજે ૮૫ હજાર મહિલાઓનું નામ મતદાતા યાદીમાં સામેલ નથી. અંદાજે તે કુલ મતદાનનો ૮ ટકા છે. વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ, એવા સામાજિક અને સાંસ્કૃતિક રૂઢિવાદના લીધે છે. બીજી બાજુ દક્ષિણ ભારત, જયાં સાક્ષરતા અને માનવ વિકાસ ઉત્તર ભારતથી વધુ યોગ્ય છે. ત્યાં તે સમસ્યા વધુ મોટી નથી.

(3:34 pm IST)